સિદ્ધપુર સરસ્વતી નદીનાં બ્રિજનાં 1.45 લાખનાં સળીયા ચોરાઇ ગયા

પાટણ
પાટણ

સિધ્ધપુર શહેરની સરસ્વતી નદીનાં પુલ પાસે ચાલતી રેલ્વેની કન્સ્ટ્રકશન સાઇડ ઉપરથી ગત તા. 20-8-23નાં રોજ બ્રીજનાં, કન્ટ્રકશનો સ્ટીલનાં રૂા.1,12,500ની કિંમતનાં 225 સળીયા તથા રૂા.33000નાં 500 ગ્રામ કટપીસ સળીયા મળી કુલે રૂ।.1.45.000ની કિંમતના સ્ટીલનાં સળીયાની ચોરી કરી ગયા હતા.

 

સિધ્ધપુરની સરસ્વતી નદીમાં દોઢેક વર્ષથી નવો બ્રીજ મંગલમ બિલ્ડકોન કંપની દ્વારા બની રહ્યો છે. આ કંપનીનાં કોન્ટ્રાક્ટર કાનનકુમાર ખેમચંદભાઇ પટેલ રે. મૂળ કણી તા. પાટણ હાલ રે.શિવલાય બંગ્લોઝ, પાયલપાર્ક સોસાયટી, ટી.બી. ત્રણ રસ્તા પાટણવાળા તેમનાં સિધ્ધપુર નદી ખાતે નિર્માણધિન બ્રીજનાં બાંધકામનાં સ્થળની મુલાકાતે તથા સામાન ચેક કરવા ગયા હતા ત્યારે સિધ્ધપુર શહેરની સરસ્વતી નદીનાં પુલ સાઇટ સળીયા જણાયા ન હોવાથી તેઓએ મજુરો તથા સુપરવાઇઝરને પૂછતાં તેઓને તેની કાંઇ જાણ ન હોવાથી તેમણે સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.