તિલક વર્માનુ એશિયા કપમાં ડેબ્યું નક્કી, કોની જગ્યાં પર રમશે તિલક; જાણો…

Sports
Sports

એશિયા કપ 2023 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ડાબા હાથનો બેટ્સમેન તિલક વર્માને પહેલી વખત વનડે ટીમમાં જગ્યા આપવામાં આવી છે. તિલકે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સીરીઝમાં ડેબ્યું કર્યું હતું અને તેનાં પ્રદર્શનને જોયા પછી ટીમ ઇન્ડિયાએ તેને એશિયા કપ માટે પણ સિલેક્ટ કરી લીધો. પોતાના સિલેક્શન પર તિલક વર્માનું રીએકશન પણ આવી ગયું અને મોટાં સમાચાર એ છે કે તેણે પોતાના ડેબ્યુંની વાત પણ કહી છે. હાં, BCCI દ્વારા જાહેર કરવામાં આવેલ વીડિયોમાં તેણે પોતે જણાવ્યું કે તે એશિયા કપમાં ડેબ્યું કરવાનો છે.

તિલક વર્માએ આયર્લેન્ડમાં કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે એશિયા કપમાં જ ડેબ્યૂ કરશે. તેણે કહ્યું કે ટીમ ઈન્ડિયા માટે વનડેમાં ડેબ્યૂ કરવાનું હંમેશા તેનું સપનું હતું. તાજેતરમાં જ મેં ટી-20માં ડેબ્યૂ કર્યું અને બીજા જ મહિને મને એશિયા કપ માટે ટીમમાં જગ્યા મળી. તે એક સ્વપ્ન જેવું છે અને હા હું તેની તૈયારી કરી રહ્યો છું.

તિલક વર્માએ કહ્યું કે તેમને વનડે ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો વિશ્વાસ છે. તિલકના કહેવા પ્રમાણે, તેને વનડે ક્રિકેટમાં રમવાનો લાંબો અનુભવ છે. તિલકે કહ્યું કે તેણે લિસ્ટ Aમાં સારું પ્રદર્શન કર્યું છે, તેથી તેને આ ફોર્મેટમાં પોતાના પર ઘણો વિશ્વાસ છે. તિલક વર્માએ લિસ્ટ Aમાં 25 મેચમાં 5 સદી અને 5 અડધી સદી ફટકારી છે. તેની એવરેજ પણ 56થી વધુ છે. આંકડાઓ પણ પુષ્ટિ કરે છે કે તે વનડેમાં સારો દેખાવ કરી શકે છે.

જો કે તિલક વર્મા એશિયા કપમાં પોતાના વનડે ડેબ્યૂની વાત કરી રહ્યો છે, પરંતુ સવાલ એ છે કે તે પ્લેઈંગ ઈલેવનમાં કેવી રીતે રમશે? કારણ કે શ્રેયસ ઐયરની વાપસી બાદ તેને રમવામાં મુશ્કેલી પડી રહી છે. માનવામાં આવે છે કે શ્રેયસ ઐયર ચોથા નંબર પર રમશે. આ ઉપરાંત, જો કેએલ રાહુલ એશિયા કપની પ્રથમ મેચમાં રમવા માટે નિશ્ચિત નથી, તો ઇશાન કિશન પણ પ્લેઇંગ ઇલેવનમાં હશે. તો સવાલ એ છે કે પ્લેઈંગ ઈલેવનમાં તિલક વર્માની એન્ટ્રી કેવી રીતે થશે? તિલક વર્માની એન્ટ્રી ત્યારે જ થઈ શકે જ્યારે શ્રેયસ અય્યરને ટીમની બહાર રાખવામાં આવે, જે લગભગ અશક્ય ગણી શકાય. આ બધું ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર છે. ટીમ ઈન્ડિયાએ નક્કી કરવાનું છે કે તેઓ કેવા પ્રકારની પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.