વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યા, લુંટના ઈરાદે કરાઈ હત્યા

ગુજરાત
ગુજરાત

મેક્સિકોમાં ફરી એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. મૂળ અમદાવાદના અને છેલ્લા 4 વર્ષથી મેક્સિકો ખાતે રહેતા કેતન શાહ નામના યુવકની લુટનાં ઈરાદે હત્યા કરવામાં આવી છે.  હુમલાખોરોએ 10 હજાર ડોલરની લૂંટ ચલાવી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે.

ગોળી વાગતા કેતન શાહનું ઘટના સ્થળે જ મોત

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મેક્સકોમાં રહેતા મૂળ અમદાવાદના કેતન શાહ કે જેઓ ટોરેન્ટ ફાર્મા કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ ગત શનિવારે 10 હજાર ડોલરની કરન્સી એક્સચેન્જ કરવવા અર્થે મેક્સિકો સિટીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગયા હતા, ત્યાથી તેઓ પિતાની સાથે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બાઈક પર સવાર બે શખ્સોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં કેતન શાહનું ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.