ધનસુરા પાસે મેશ્વો નદીમાં આરોપીઓ માછલા મારતા રંગેહાથ ઝડપી પાડ્યા
આજકાલ લોકો ગેરકાયદેસર રીતે બ્લાસ્ટ કરી જીવ હત્યા કે અન્ય કોઈ કામ માટે વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ધનસુરાના મહાદેવપુરા ગામે પાંચ યુવકો દ્વારા મેશ્વો નદીમાં ગેરકાયદેસર બ્લાસ્ટ કરી માછીમારી કરવાનું ષડયંત્ર પોલીસે ઝડપી પાડ્યું છે.
ધનસુરા પોલીસને બાતમી મળી હતી કે, મહાદેવપુરા પાસે કોઈ ઈસમો ગેરકાયદેસર રીતે મેશ્વો નદીમાં બ્લાસ્ટિંગ કરીને માછલાં મારી રહ્યા છે. તે બાતમી અનુસાર પોલીસે છાપો મારતા વડગામના ચાર યુવકો મેશ્વો નદીમાં ગેરકાયદેસર બ્લાસ્ટિંગ કરીને મેશ્વો નદીમાંથી માછીમારી કરી રહ્યા હતા. તે તમામને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ સાથેજ પોલિસે તેઓ પાસેથી જીલેટિન ટોટા નંગ -7, ડિટોનેટર કેપ નંગ-3 સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ સામે એક્સપ્લોસીવ એક્ટ હેઠળ ગુનો નોંધી ચાર આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.