નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત પાટણ જિલ્લાના ઈનસ્કુલ ટ્રેનરની બેઠક યોજાઈ

પાટણ
પાટણ

રાજ્ય માં ખેલ-વાતાવરણ નું નિર્માણ થાય સ્વાસ્થ્ય બાબતે જાગૃતિ કેળવાય અને રમત ક્ષેત્રે પ્રતિભા શોધના ઉમદા આશય સાથે પ્રતિ વર્ષે સમગ્ર ભારતમાં હોકીના જાદુગર સ્વર્ગીય ધ્યાનચંદજીના જન્મદિન ને “નેશનલ સ્પોર્ટ્સ ડે” તરીકે ઉજવવામાં આવે છે.

 

“નેશનલ સ્પોર્ટ્સ ડે” અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારી પાટણ ના અઘ્યક્ષ સ્થાને પાટણ જિલ્લાના ઈનસ્કુલ ટ્રેનર ની મિટિંગ નું આયોજન સરદાર પટેલ રમત ગમત સંકુલ, પાટણ ખાતે રાખવામાં આવેલ હતું. જેમાં તા. 21/08/2023 થી તા.29/08/2023 દરમ્યાન પોતાની શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થી ભાઈઓ, બહેનોમાં રમતો પ્રત્યે રસ અને રૂચિ વધે તે માટે 30 મી. દોડ, 50 મી. દોડ, 100 મી દોડ, કોથળા દોડ, ત્રિપગી દોડ, લીંબુ ચમચી, રસ્સાખેંચ જેવી વિવિધ રમત ગમત ની પ્રવૃત્તિઓનું આયોજન કરવા જણાવવામાં આવેલ હતું. મિટિંગમાં કિરણભાઇ પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી, પાટણ, જીમીતભાઇ પટેલ ખો-ખો કોચ, પાટણ તથા ઈન સ્કુલ ટીમ મેનેજર, પાટણ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.