![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/13-20.jpg)
સિદ્ધપુરના કલ્યાણા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાયું
સિદ્ધપુર ના કલ્યાણા મુકામે આરોગ્ય શાખા જીલ્લા પંચાયત પાટણ તથા ગ્રામ પંચાયત કલ્યાણા ના સંયુક્ત ઉપક્રમે ‘સામુહિક આરોગ્ય કેન્દ્ર’નું કાન્તીભાઈ જે પટેલ ના હસ્તે રીબીન કાપી દવાખાના ને ખુલ્લું મુકાવામાં આવ્યું.આરોગ્ય અધિકારી ડૉ વિષ્ણુભાઈના જણાવ્યા મુજબ આ દવાખાના માં ઓછામો ઓછો 30 થી 35 નો સ્ટાફ રહેશે અને ચોવીસ કલાક કાર્યરત રહેશે.બેડ ની સુવિધા થી માંડી ને લેબોરેટરી તેમજ એમ્બુલન્સ સાથેની સેવા રહેશે.ડૉ આને મીની સિવિલ ના ઉપનામે સંબોધી હતી.
આ કાર્યક્રમ માં નંદાજી ઠાકોર -(ગુજરાત રાજ્ય ભાજપ ઉપ પ્રમુખ) ,જસુભાઇ પટેલ ,ડી ડી ઓ પાટણ ,વિષ્ણુભાઈ પટેલ ચેરમેન એ પી એમ સી સિદ્ધપુર ,ડૉ વિષ્ણુભાઈ પટેલ- મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, અમી બેન મોઢ તેમજ કેળવણી મંડળ ના પ્રમુખ કાન્તીભાઈ જે પટેલ , માજી સરપંચ મહેશભાઈ ચૌહાણ,માજી ઉપ સરપંચ ભુપેન્દ્રસીહ વાઘેલા,હરગોવનભાઇ પટેલ ,કાશીરામભાઈ માસ્તર ,માજી સરપંચ સારજીજી ઠાકોર તેમજ સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. નંદાજી ઠાકોર ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ સી એચ સી સેન્ટર કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ની મહેનત થી મંજુર કરવામાં આવેલ છે.ગ્રામજનો એ મંત્રી નો ખુબ ખુબ આભાર માન્યો હતો.