ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, રાજ્યના 111 તાલુકામાં 2 ઈંચ સુધી વરસ્યો, સૌથી વધુ કલ્યાણપુરમાં 47 મિમિ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાત તરફની વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા રાજ્યમાં છૂટોછવાયો વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્યમાં 111 તાલુકામાં 1 મિમિથી 2 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 47 મિમિ એટલે કે 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સંભવતઃ 29મીએ ભારે વરસાદની શક્યતાઓ છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી પ્રાપ્ય આંકડા અનુસાર રાજ્યમાં દેવભૂમિદ્વારકાના કલ્યાણપુરમાં બે ઈંચ, ખંભાળિયામાં દોઢ ઈંચ, મહેસાણાના ખેરાલુ અને કચ્છના ગાંધીધામમાં એક ઈંચ, પોરબંદરના રાણાવાવ અને અમદાવાદના સાણંદમાં 19 મિમિ, કચ્છના માંડવી અને આણંદના બોરસદમાં 18 મિમિ, પાટણના સિધ્ધપુર અને મહેસાણાના જોટાણામાં 16 મિમિ, પોરબંદરમાં 15 મિમિ, આણંદના તારાપુર, દ્વારકા અને અમદાવાદમાં 14 મિમિ, ગાંધીનગરમાં 13 મિમિ, સાબરકાંઠાના તલોદમાં 12 મિમિ, દેવભૂમિદ્વારકાના ભાણવડમાં 12 મિમિ, કચ્છના અબડાસા અને બનાસકાંઠાના દાંતામાં 11 મિમિ, કચ્છના નખત્રાણા, બનાસકાંઠાના દાંતીવાડ, મહેસાણાના કડી, જામનગરના જામજોધપુર અને અમરેલીના જાફરાબાદમાં 10-10 મિમિ વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.