પાટણ જિલ્લામાં રખડતા ઢોરના માલિકો વિરુદ્ધ થશે કાયદેસરની કાર્યવાહી કરાશે

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં રખડતા ઢોરની વધતી જતી સમસ્યા વિરુદ્ધ ફરીયાદો મળવાથી જિલ્લા કલેક્ટર દ્વારા આજરોજ તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર્સની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા આ સમસ્યાને નિવારવા માટે ત્વરીત પગલાં લેવા માટે સંલગ્ન ચીફ ઓફિસર્સને સુચન કરવામાં આવ્યું હતું.જિલ્લામાં પદાધિકારીઓ અને સ્થાનિકો દ્વારા રખડતા ઢોરો અંગે વારંવાર ફરીયાદ મળે છે તે ફરીયાદને ધ્યાનમાં રાખીને આજરોજ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ ચીફ ઓફિસર્સની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.ભાવનગર / રખડતા ઢોર મામલે મનપાના કડક પગલા, 6 પશુના માલિક સામે કરી આ મોટી  કાર્યવાહી - GSTV

 

બેઠકમાં રખડતા ઢોરને ન માત્ર પાંજરે પુરવા પરંતું તેઓના વ્યવસ્થાપન માટે શું પગલાં લઈ શકાય તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વ્રારા તમામ ચીફ ઓફિસર્સને રખડતા ઢોર અંગે વ્યવસ્થાપન માટેનો રોડમેપ તૈયાર કરવા અંગે સુચન કર્યું છે. તદઉપરાંત તમામ વ્યવસ્થાપન કરીને તમામ રિપોર્ટ તૈયાર કરવા અંગે પણ સુચન કર્યું હતુ. જે પ્રકારે શહેરી વિસ્તારમાં રખડતા ઢોરોનું પ્રમાણ વધ્યું છે તેના પરીણામે સ્થાનિકોને પડતી હાલાકીને દુર કરવા માટે તેમના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તમામ નગરપાલિકાના ચીફ ઓફિસર્સને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.