પાટણ યુનિ.ના પ્રોફેસરની ભરતીના કવર ખોલાયા

પાટણ
પાટણ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2022માં પ્રોફેસર માટે ભરતી કરાયેલા ઉમેદવારોના બંધ કવરો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરતા યુનિવર્સિટી દ્વારા 6 જેટલા પ્રોફેસરની જગ્યા માટે કવર ખોલવામાં આવ્યા હતા અને તેમને નિમણુક ઓર્ડર આપ્યા હતા.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટમાં પડેલી ખાલી જગ્યાઓ માટે યુનિવર્સિટી દ્વારા વર્ષ 2022માં ભરતી પક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પસંદગી સમિતિ દ્વારા પસંદગી કરાયેલ ઉમેદવારોના કવર સીલ બંધ કવરમાં સરકારમાં મોકલી આપ્યા હતા, ત્યારે સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાતા પ્રોફેસર,એસોસિયેટ પ્રોફેસર, અને આસિસ્ટન્ટ પ્રોફેસર એમ 6 કવર ખોલી વિવિધ ડિપાર્ટમેન્ટમાં નિમણૂક કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલ મેનેજમેન્ટમાં પ્રોફેસર તરીકે ડો.કે. કે પટેલની નિમણૂક કરાઈ હતી, જ્યારે એમબીએમાં પ્રોફેસર તરીકે ઠાકર ધર્મેન્દ્રભાઈની નિમણૂક કરાઈ ગ્રંથાલય વિભાગમાં રજનીકાંત પટેલની નિમણૂક કરાઈ, કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર તરીકે હરેશ ચૌધરીની નિમણૂક કરાઈ તો આર્કિટેક વિભાગમાં કૃણાલ સુથાર અને મયુર પ્રજાપતિની આસિસ્ટન્ટ એસોસિએટેડ પ્રોફેસર તરીકે નિમણૂક કરાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.