પાટણ ખાતે સહકાર ભારતી બુનકર પ્રકોષ્ટ દ્વારા હસ્તકલાના કારીગરોનું સન્માન કરાયુ

પાટણ
પાટણ

પાટણમાં સહકાર ભારતી-બુનકર પ્રકોષ્ટ દ્વારા વિશ્વ હસ્ત કલા નિમિત્તે પાટણના પટોળા અને મશરૂના કારીગરોનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગામી 2-3 ડિસેમ્બર દિલ્લી મુકામે અધિવેશન યોજાશે તેનું બેનર જાહેર કર્યું હતું. કાર્યક્રમમાં હસ્ત કલાના કારીગરોનું સન્માન કરાવ્યું હતું તેમજ હસ્ત કલાનું મહત્વ, ભવિષ્યમાં તેનો વ્યાપ વધારવા માટેની ચર્ચા કરી હતી.આ કાર્યક્રમના અધ્યક્ષ આર.એસ.એસ નગર સંઘચાલક નિરંજનભાઈ પટેલ, ફતેસિંહરાવ લાઈબ્રેરીના પ્રમુખ ડૉ શૈલેષભાઈ સોમપુરા, મુખ્ય વક્તા સહકાર ભારતી સહ સંગઠન પ્રમુખ હિરેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઈશ્વરભાઈ પરમારે કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.