પાટણ પાલિકામાં પાંચ બિલ્ડીંગોનાં પ્રોગ્રેસ રિપોર્ટ નહીં મળતાં નોટીસો ફટકારવાનો નિર્ણય

પાટણ
પાટણ

પાટણ શહેરમાં હાલમાં ચાલી રહેલા ખાનગી અને રજાચિઠ્ઠી મેળવેલા કે નહિં મેળવેલા મિલકતો-બિલ્ડીંગોનાં બાંધકામો અંગેનો પ્રોગ્રેસ રિપોર્ટ 10 દિવસમાં આપી દેવા માટે તેઓને નોટીસ આપવાનો નિર્ણય પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો.આ અંગે ટી.પી. ચેરમેન શૈલેષ પટેલે જણાવ્યું કે, પાટણ પાલિકા ખાતે યોજાયેલી બેઠકમાં પાટણમાં રજાચિઠ્ઠી મેળવ્યા બાદ તેમનાં નિયત અને મંજૂર પ્લાન અને નકશા પ્રમાણે હાલમાં શહેરમાં ચાલી રહેલા વિવિધ બિલ્ડીંગો-મિલકતોનાં બાંધકામો કરનારા મિલકત ધારકોને તેમનાં બાંધકામનાં તબક્કાવાર પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા માટેની અગાઉ સૂચના આપી હતી. જેમાંથી મોટા ભાગનાં બિલ્ડીંગોનાં બાંધકામોનાં પ્રોગ્રેસ રિપોર્ટ મળ્યા છે. પરંતુ હજી પાંચ બિલ્ડીંગનાં બાંધકામનાં પ્રોગ્રેસ રિપોર્ટ મળ્યા ન હોવાથી તેઓને 10 દિવસમાં તેમનાં રિપોર્ટ રજુ કરવા માટેની આખરી નોટીસ આપવાનો નિર્ણય કર્યો હતો.અત્યાર સુધીમાં 10 જેટલી મિલકતોનાં પ્રોગ્રેસ રિપોર્ટ આવી ગયા છે અને હજુ પાંચ મિલકતોએ રિપોર્ટ આપ્યા નથી. આ ઉપરાંત જેનાં પ્રોગ્રેસ રિપોર્ટ આવ્યા છે. તેઓનાં બાંધકામ તેનાં મંજૂરી પ્રમાણેનાં પ્લાન નકશા મુજબ થાય છે કે, તેની ચકાસણી કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. આ બેઠકમાં ટી.પી. ચેરમેન શૈલેષ પટેલ, ચીફ ઓફિસર નિતીન બૌડાત, પ્રાંત ઓફિસ કચેરીનાં પ્રતિનિધિ-સર્વેયર દિનેશભાઇ પટેલ સહિત અન્યો ઉપસ્થિત રહ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.