Surat: સુરતવાસીઓને બસમાં મુસાફરી કરવા માટે આપવા વધુ પૈસા, મહાનગરપાલિકા સંચાલિત સિટી બસની ટિકિટના ભાવમાં કરાયો વધારો

ગુજરાત
ગુજરાત

સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસની ટિકિટના ભાવમાં વધારો કરવામા આવ્યો છે. મનપા કચેરી ખાતે મળેલી સિટી લિંકની બેઠકમાં ટિકિટના દર રાઉન્ડ ફિગર કરવામાં આવ્યા છે. તેમાં ટિકિટ દીઠ રૂ.1નો વધારો કરવાનો નિર્ણય લેવામા આવ્યો છે. જ્યારે અનલિમિટેડ મુસાફરી માટેની સુમન પ્રવાસ ટિકિટના દર 25 રૂપિયા હતા, તે વધારીને 30 કરી દેવામાં આવ્યા છે.

મહત્વનું છે કે ડિજિટલ પેમેન્ટ કરનારને ભાડા વધારાની અસર થશે નહીં ડિજિટલ પેમેન્ટને પ્રત્સાહન આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ મુસાફર ટિકિટ માટે ડિજિટલ પેમેન્ટ કરશે તો તેમને ટિકિટમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે, આ સિવાય મહિલાઓ માટે 1 હજારમાં આખું વર્ષ મુસાફરીની યોજના જાહેર કરવામાં આવી છે. જ્યારે વિધ્યાર્થીઓ માટે 14 ઈલેક્ટ્રિક બસ સાથેનો રૂટ શરૂ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે 9 વર્ષમાં પહેલીવાર સુરત સીટી બસના ભાડામાં વધારો કરાયો છે.સુરતમાં 13 રૂટ પર 300 BRTS બસ દોડે છે તો 45 રૂટ પર 575 સીટી બસ દોડે છે, જેમાં 2.75 લાખ લોકો રોજ તેનો લાભ લેતા હોય છે.

આ ભાવ વધારા અંગે મનપાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે માહિતી આપતા જણાવ્યું હતુ કે ” શહેરમાં દોડતી સિટી બસમાં પહેલા 4 રૂપિયાથી લઈને 24 રૂપિયા સુધીની ટિકિટ હતી, પરંતુ છુટા પૈસાના કારણે ટિકિટ નહીં આપવાનું કૌભાંડ થતું હતું તેથી ટિકિટના દર રાઉન્ડ ફિગર કરી દેવામા આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.