હારીજના તંબોડીયામાં અપશબ્દો બોલવાની ના પાડતાં ગામના જ શખ્સે એક યુવકને લાકડી વડે માર માર્યો

પાટણ
પાટણ

હારીજના તંબોડીયા ગામે તળાવની પાળ પર સાળો અને બનેવી બેઠા હતા. તે દરમિયાન ગામનો એક શખ્સ ત્યાં આવ્યો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ગાળો બોલવાની ના પાડતાં તે શખ્સે સાળા-બનેવીમાંથી સાળા પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી તેને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.હારીજ તાલુકાના તંબોડીયા ગામે રહેતા અશ્વિનભાઈ રમેશભાઈ દેવીપુજક તથા તેમના બનેવી મેરાભાઈ ઈશ્વરભાઈ દેવીપુજક બન્ને શખ્સો તંબોડીયા ગામ ખાતે અવોલ તળાવની પાળ પર બેસી વાતો કરી રહ્યાં હતા. તે સમય દરમિયાન ગામનો શખ્સ જગાભાઈ માજીભાઈ દેવીપુજક ત્યાં આવેલ અને ગાળો બોલવા લાગ્યો હતો, જેથી અશ્વિનભાઈએ ગાળો બોલવાની ના પાડતાં જગાભાઈ ત્યાંથી નીકળી ગયેલ અને ઘરેથી લાકડી લઈ આવી અશ્વિનભાઈના માથાના ભાગે મારી જેથી અશ્વિનને લોહી નીકળવા લાગ્યા હતા. જેથી જગાભાઈ ત્યાંથી ભાગી ગયા હતા. બીજી તરફ અશ્વિનને તેના બનેવીએ તાત્કાલીક સારવાર અર્થે હારીજ રેફરલ ખાતે લઈ ગયાં હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે પાટણ જનતા હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અશ્વિન દેવીપુજકે હારીજ પોલીસ મથકે જગાભાઈ દેવીપુજક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.