વિસનગરના ઉદલપુર ગામના રામભક્તે 51 દિવસમાં પદયાત્રા પૂર્ણ કરી

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના ઉદલપુર ગામના અને અંબાજી ખાતે રહેતા નીતિનભાઈ જોઈતારામ પટેલ અને રમેશભાઈ કાન્તિલાલ 51 દિવસમાં 1475 કિમી અયોધ્યાની યાત્રા કરી વિસનગર પરત આવતા તેમનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં અયોધ્યા જઈને નીતિનભાઈએ યંત્ર દ્વારા રામ રક્ષાનું પઠન કર્યું હતું. જેમાં ચોમાસાની ઋતુમાં પણ ગત 25 જૂને નીકળેલા નીતિનભાઈ કોઈપણ જાતની મુશ્કેલી વગર આયોધ્યાથી પરત વિસનગર આવી પહોંચ્યા હતા. જ્યાં પગપાળા યાત્રા દરમિયાન વિવિધ જગ્યાએ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ મહેસાણા રામ સેવા સમિતિ દ્વારા આયોજિત ભગવાન રામ અને ભારતમાતાના મંદિર માટે માટી, પાણી અને જ્યોત લઈ આવી પહોંચ્યા હતા.ઉપસ્થિત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ કમલેશભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રાબેન પટેલ, તાલુકા સદસ્ય બિપીનભાઇ પટેલ, ભાજપ મહામંત્રી મહેશભાઇ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ તેમજ ભારત વિકાસ પરિષદના સદસ્યો, બાવન સમાજના એ.કે.પટેલ, મહેન્દ્રભાઇ કે.પટેલ, મહેશભાઇ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અગ્રણીઓએ નિતીનભાઇ અને તેમની સાથે રહેલા રમેશભાઇ કાન્તિભાઇને ફુલહાર પહેરાવ્યા હતા. જેમણે ભગવાન રામનો ફોટો પ્રસાદી રૂપે આપ્યો હતો.નીતિનભાઈ જોઈતારામ પટેલે જણાવ્યું હતું કે, મારું વતન ઉદલપુર છે અને હું અંબાજી ખાતે સ્થાયી થયેલો છું. મહેસાણામાં આજથી 25 વર્ષ પહેલાં રામ સેવા સમિતિ સાથે જોડાયો હતો. મારા ગુરુ છે રઘુવીરસિંહ શેખાવત એમના બોધથી અમે પથ્થરને ઘસીને હીરો બનાવાય છે એ રીતે અમને જ્ઞાન આપ્યું. જેમાં ગામે ગામ રામ રક્ષાનું પઠન કર્યું. યંત્ર દ્વારા રામ રક્ષા સૂત્રના 108 પાઠ કર્યા. 108 પાઠ કર્યા પછી મનમાં સંકલ્પ કરી સરયુ નદી પર બેસી અને 11 પાઠ રામ રક્ષાના કરવા. એની સાથે સાથે ચાંદીના સિક્કા અર્પણ કરવા, તેમજ બધું નદીમાં પધરાવાનો અમારો સંકલ્પ હતો.મહેસાણા રામ સેવા સમિતિ આયોજિત રામ ભગવાનનું મંદિર અને ભારત માતાનું મંદિર બની રહ્યું છે. એના અભિષેક માટે જળ, જ્યોત અને જમીન લાવવા પગપાળા અયોધ્યા પહોંચી. જ્યાં પહોંચતા અમને 51 દિવસ થયા. જેમાં ઉડલપુર ગામે થી 25/06/2023ના રોજ અમે નીકળ્યા હતા અને પહોંચતા 51 દિવસ અને પરત આવતા 4 દિવસ લાગ્યા. એ પછી અમે વિસનગરમાં પ્રવેશ કર્યો. અમે કુલ 1475 કિલોમીટરની યાત્રા થઈ. આ યાત્રા દરમિયાન હનુમાન દાદા અમારી સાથે હતા. જેનાથી અમને કાઈપણ તકલીફ ના થઈ. વાદળો એટલા બધા આવ્યા કે અમે ડરી ગયા હતા. જેમાં વરસાદ થશે તો શું થશે, પરંતુ વાદળા અમારી ઉપર થઈને જતા રહ્યા અને એ.સીને જેમ પવન આવ્યો એટલે એમને ખબર પડી કે બાળ હનુમાન દાદા અમારી સાથે છે. અમને કોઈપણ જાતની કે પ્રકારની તકલીફ પડી નથી. ખાવા માટે પણ એમને ભાવથી ખવડાવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.