કડીના ફૂલેત્રા ગામે પોલીસ પર થયેલા હુમલાની ઘટનામાં વધુ એક આરોપીને પેરોલ ફ્લો ટીમે ઝડપ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ફૂલેત્રા ગામે થોડા માસ અગાઉ બે જૂથ વચ્ચે નજીવી બાબતે મારામારી થઈ હતી.જે ઘટના પગલે રાત્રે કડી અને બાવલું પોલીસ ના કેટલાક પોલીસ કર્મચારીઓ પોતાની ખાનગી ગાડીઓમાં ફૂલેત્રા ગામે દોડી ગયા હતા.એ દરમિયાન કેટલાક ઈસમોએ ઘાતક હથિયારો સાથે પોલીસ પર હુમલો કરી ગાડીઓમાં તોડફોડ કરી હતી.જે ઘટના બાદ કેટલાક હુમલો કરનાર ટોળા સામે ખૂનની કોશિશ તેમજ રાયોટિગ અંગે ફરિયાદ નોંધાયા બાદ આ કેસમાં ફરાર આરોપીઓ દિવસે ને દિવસે ઝડપાઇ રહ્યા છે.ત્યારે વધુ એક આરોપીને પેરોલ ફ્લો ટીમે ઝડપી લીધો હતો.કડી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ખૂનની કોશિશ તેમજ રાયોટિગ કેસમાં સંડોવાયેલ આરોપી ઠાકોર દશરથજી રમેશજી પોતાના ઘરે ફૂલેત્રા ગામે હજાર હોવાની જાણ મહેસાણા પેરોલ ફ્લો ટીમના એ.એસ.આઈ કિરીટ કુમાર અને હે.કો મુકેશ કુમાર ને થતા તેઓ ફૂલેત્રા ગામે જઈ આરોપીને ઝડપી લીધો હતો. આરોપી સામે કડી પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.જોકે આરોપી ને વધુ તપાસ માટે કડી પોલીસને સોંપવામાં તજવીજ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.