પાલનપુર આર.ટી.ઓ. કચેરીમાં ઓપરેટર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર આર.ટી.ઓ કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ફોલ્ડર રાજ ચાલી રહ્યું હોવાની રાવ ઉઠી છે. વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી નાણાં ઉઘરાવી કામ કઢાવી આપવામાં આવતું હોવાનું પણ કહેવાય છે. ત્યારે આજે પાલનપુર આરટીઓ કચેરીનો એક ઓપરેટર એસીબીના હાથે રૂ.૫ હજારની લાંચ લેતા ઝડપાઇ જવા ગયો હતો.
સરહદી બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર ખાતે આવેલી આરટીઓ કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ફોલ્ડર રાજ ચાલી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે આરટીઓ કચેરીમાં આવતા અરજદારો પાસેથી કામ કઢાવી આપવાના કાયદેસરની ફી કરતાં ત્રણથી ચાર ગણા નાણાં ઉઘરાવી અરજદારો સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હોવાની બુમરાણ મચી છે. ત્યારે આજે પાલનપુર આરટીઓ કચેરીનો એક ઓપરેટર એસીબીના સકંજામાં આવી ગયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાલનપુર આરટીઓ કચેરીમાં કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા એક ઇસમે લર્નિંગ લાયસન્સ માટે અરજદાર પાસે રૂપિયા પાંચ હજારની લાંચ માંગી હતી. જે ઓપરેટરને રૂપિયા પાંચ હજારની લાંચ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આર.ટી.ઓ કચેરીમાં સોપો પડી ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.