કડીના ફૂલેત્રા રોડ ઉપર ખુલ્લામાં જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા

મહેસાણા
મહેસાણા

કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં જુગાર લગત કામગીરીમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે બોરીસણા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે, ખાનગી રાહે બાતમી મળી હતી કે, બોરીસણા ગામથી ફૂલેત્રા ગામ તરફ જતા રોડ ઉપર આવેલી સરફરા કંપનીની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળવાળી જગ્યા ઉપર રેડ કરતા જુગારીઓમાં નાસભાગ જવા પામી હતી. જ્યારે પોલીસે ત્રણ ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા.કડી પોલીસે ફુલેત્રા રોડ ઉપર જુગાર રમતા કિશનભાઇ ખુશાલદાસ પાલ (રહે.કડી) દિનેશભાઈ અંબાલાલ પટેલ (રહે.કડી) નિકુલ કુમાર અમરતભાઈ પ્રજાપતિ (રહે.કડી)ને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તેમ જ પોલીસે રૂપિયા 17,900નો રોકડ રકમ સાથે મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.