મેઘરજમાં 15 દિવસથી ગૂમ પરિણીતાની હત્યા મામલે પોલીસે 7ને ઝડપ્યા

અરવલ્લી
અરવલ્લી

આજકાલ સામાન્ય બાબત હોય તો પણ જાણે હત્યા કરવી એ સામાન્ય હોય એ રીતે લોકો ગુનાને અંજામ આપી રહ્યાં છે. તેમાં પણ પરણીતાઓએ તો જાણે સાસરીમાં પરણીને આવ્યા એ કોઈ મોટી ભુલ કરી હોય એમ સાસરિયાઓ ત્રાસ આપીતા હોય છે. જ્યારે સાસરિયાઓએ હત્યા કરી હોય તેવા પણ અમુક કિસ્સા સામે આવે છે. આવી જ એક હત્યાના આરોપી પૈકી 7ની મેઘરજ પોલીસે ધરપકડ કરી હતી.વાત છે, મેઘરજ તાલુકાના લાલોડિયા ગામની એક પરિણીતાના મળેલા મૃતદેહની. લાલોડિયા ગામના 42 વર્ષીય પરિણીતા રાધાબેન રમેશભાઈ માલિવાડ છેલ્લા 15 દિવસથી ગુમ હતા. આ બાબતે એમના પતિ રમેશ માલિવાડે મેઘરજ પોલીસમાં પત્ની ગૂમ થયા અંગેની અરજી આપી હતી. પોલીસે પણ અરજી આધારે ગુમ પરિણીતાની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન 11 ઓગસ્ટના રોજ 15 દિવસથી ગૂમ થયેલી પરિણીતાનો મૃતદેહ તેના ઘર નજીકના કુવામાંથી મળી આવ્યો. જેથી પરિણીતાના પરિવારજનોએ મૃતદેહ બાબતે પોલીસને જાણ કરી હતી.પોલીસે ઘટના સ્થળે આવીને પરિણીતાના પિયરીયાઓને બોલાવી પંચનામું કરીને મૃતદેહ કુવામાંથી બહાર કઢાવી પેનલ ડોક્ટરની મદદથી અમદાવાદ સિવિલમાં પીએમ કરાવ્યું. પરણીતાના ભાઈની ફરિયાદ આધારે પરણીતાના પતિ, સાસુ, સસરા, કાકાજી, દિયર, દેરાણી સહિત કુલ આઠ સામે પરણીતા રાધાબેન માલિવાડની હત્યા કરી પુરાવાનો નાશ કરવા મૃતદેહને કુવામાં ફેંકી દીધાનો ગુનો નોંધાયો હતો. તે પૈકી સાતની મેઘરજ પોલીસે ગણતરીના દિવસોમાં ધરપકડ કરી હતી અને તમામને બાયડ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આઠ પૈકી ફરાર દિયર કનું વાંઘા માલિવાડની શોધખોળની તજવીજ હાથ ધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.