હિંમતનગર પાલિકા દ્વારા શ્રાવણ માસને લઈ નડતરરૂપ ઝાડી-ઝાંખરા હટાવવાની કામગીરી શરૂ

સાબરકાંઠા
સાબરકાંઠા

શ્રાવણ માસને લઈને હિંમતનગર નગરપાલિકા દ્વારા હિંમતનગરથી ભોલેશ્વર જવા માટેની સીડીઓ પર ગુરુવારથી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે પાલિકા પ્રમુખ સહીત વોર્ડના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા અને કામગીરી વિષે માર્ગદર્શન આપ્યું હતું.ગતરોજ થી પવિત્ર શ્રાવણ શરૂઆત થઇ છે. ત્યારે હિંમતનગરથી ભોલેશ્વર મંદિરે દર્શન કરવા જવા માટે ભક્તોને ત્રણથી ચાર કિમી ફરીને જવું પડે છે. ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા હિંમતનગર અને ભોલેશ્વરને જોડતો ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. જેનું કામ પિયર કેપ સુધી અંદાજીત 75 ટકા પૂર્ણ થઇ ગયું છે. બીજી તરફ સ્ટેટ વખતની સીડીઓ ઉતારવા માટે બનાવેલી છે. જે ઝાડી ઝાંખરામાં ઢંકાઈ ગઈ હતી અને આસપાસના વિસ્તારનું ગંદુ પાણી સીડીઓ પર થઈને જતું હતું.ગતરોજ થી શ્રાવણ માસની શરૂઆત થઇ છે. ત્યારે હિંમતનગર નગરપાલિકામાં ભોલેશ્વર વિસ્તારના કુમાર ભાટે ઝાડી-ઝાંખરા દૂર કરી જવા માટેનો રસ્તો ખોલવા માટે પાલિકામાં જાણ કરી હતી. ત્યારબાદ હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ યતીની મોદી સહીત વોર્ડ નં. 4ના સદસ્યો સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ પાલિકાના ફાયર વિભાગને બોલાવીને સીડીઓ ખોલવા માટે ઝાડી ઝાંખરા દૂર કરવાની સુચના આપવામાં આવી હતી. જેને લઈને ફાયર વિભાગે ગુરુવારે સવારથી ઝાડી ઝાંખરા હટાવવાની કામગીરી શરુ કરી છે અને ગંદુ પાણી પણ બંધ કરવા સુચના આપી છે. ઉપરાંત દબાણ પણ હોય તો દૂર કરીને સ્ટેટ વખતની સીડીઓ ખોલીને હાલમાં ભોલેશ્વર ચાલતા અવર-જવર કરવા માટેની વ્યવસ્થા શરુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તો આ સ્થળે પાલિકા દ્વારા કામ ચલાઉ લાઈટની વ્યવસ્થા કરવા પણ પ્રમુખે સુચનાઓ આપી છે. ત્યારે બે દિવસમાં હિંમતનગરથી ભોલેશ્વર સીડીઓ ઉતરીને ચાલતા ભોલેશ્વર મંદિરે અને ભોલેશ્વર જઈ શકાશે.આ અંગે પાલિકા પ્રમુખ યતીની મોદીએ જણાવ્યું હતું કે, હાલમાં ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે સ્ટેટ વખતની સીડીઓ ઝાળી-ઝાંખરાથી ઢંકાયેલી છે. તેને ખોલી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે. તો સીડી પર વહેતું ગંદુ પાણી બંધ કરવા ઉપરાંત સીડીઓ પર ઉતરવા માટેના રોડ પરનું દબાણ દૂર કરવા સાથે કાલમ ચલાઉ લાઈટની વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.