![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/11-14.jpg)
પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુભાષચંદ્ર બોઝની પુણ્ય તિથિ નિમિતે શ્રદ્ધા સુમન અર્પિન કરાઈ
આઝાદીના લડવૈયા અને આઝાદ હિંદ ફોજની રચના કરનાર અને તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દૂંગાના પ્રણેતા એવા સુભાષચંદ્ર બોઝનીઆજ રોજ સ્વર્ગસ્થ થયા હતા. આજે શુક્રવારે તેમની પુણ્ય તિથિ નિમિત્તે શહેરના સુભાષચોક સ્થિત આવેલી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માલ્યાપર્ણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પિન કરી સુભાષચંદ્ર બોઝ અમર રહો, જબ તક સુરજ ચાંદ રહેગા તબ તક સુભાષચંદ્ર બોઝ કા નામ રહેગાના બુલંદ નારા સાથે સુભાષચંદ્ર બોઝની દેશ ભક્તિને યાદ કરી નમન સાથે શ્રદ્ધાંજલિ સાદર કરવામાં આવી હતી.દેશના વિર સપુત સુભાષચન્દ્ર બોઝની પૂણ્યતિથિ પ્રસંગે આયોજિત શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કોંગ્રેસ સમિતિ દ્વારા સુભાષચંદ્ર બોઝ ને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં જિલ્લાનાં કોંગ્રેસી આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.