વિસનગરમાં વેજીટેબલ ફેટ તથા નકલી પનીર વેચનાર સામે કાનુની કાર્યવાહી કરવા માંગ

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેર સહિત અનેક જગ્યાએ હોટલ તેમજ ખાણી પીણીના એકમોમાં બટરના નામે વેજીટેબલ ફેટ તેમજ નકલી પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ગ્રાહકોને બટરના નામે અન્ય ચીજવસ્તુઓ ખવડાવી તેમના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવે છે. જેથી આવા હોટલ સંચાલકો સામે કાર્યવાહી કરવા માટે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રી સહિતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.વિસનગર સહિત અલગ અલગ તાલુકામાં આવેલ હોટલોમાં બટરની જગ્યાએ વેજીટેબલ ફેટ તથા નકલી પનીર ગ્રાહકોને પીરસવામાં આવતું હોવાની બાતમીને આધારે ગત 5 ઓગષ્ટના રોજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિસનગર શહેરની કડા ચોકડી વિસ્તારમાં આવેલ આઠ દુકાનોમાં ચેકીંગ હાથ ધરી નકલી પનીર અને વેજીટેબલ ફેટ મળી આવતાં છ દુકાનોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ફુડ વિભાગ દ્વારા અખાધ જથ્થાનો નાશ કરાયો હતો. જ્યાં નકલી પનીર અને વેજીટેબલ ફેટથી પ્રજાના સ્વાસ્થય ઉપર ખુબ જ ગંભીર અસરો થતી હોવાથી આ અંગે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર સહિત જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી નકલી પનીર અને વેજીટેબલ ફેટનો ઉપયોગ કરતી રેસ્ટોરન્ટ અને હોટલોવાળા સામે કાનુની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.જેમાં તેમણે નાગરિકો પાસેથી બટરના પૈસા લઇ ફેટ સ્પ્રેડર પિરસી હ્યદયરોગ અને કેન્સર તરફ દોરવાનું કામ આવા શખ્સો કરી રહ્યા છે અને આગામી સમયમાં તહેવારો આવતા હોવાથી આવી જ રીતે જિલ્લા અને રાજ્યમાં નકલી ઘી જે પશુઓની ચરબી તથા અન્ય વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે તેવા તત્વોને શોધી કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.આ અંગે વિસનગર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરત પટેલે જણાવ્યું હતું કે, ગતરોજ વિસનગર ખાતે કડા રોડ પર અમુક નામચીન બ્રાન્ડના ફૂડની દુકાનો છે. એની અંદર ફૂડ વિભાગને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. એ તપાસમાં એવી ચોંકવનારી વિગતો સામે આવી કે લોકો બટર લખે છે પણ બટર આપતા નથી. એની જગ્યાએ વેજીટેબલ ફેટ આપે છે. પનીર જે વાપરવામાં આવે છે પણ દૂધનું પનીર હોતું નથી. પામ ઓઇલમાંથી બનેલું ઓઇલ હોય છે.આ બન્ને વસ્તુ આરોગ્ય માટે ખતરનાક છે. જેના કારણે બ્લોકેજના પ્રશ્નો, આંતરડાના અને પેટના પ્રશ્નો થાય છે. એવી ઘણી બધી વસ્તુઓ મળી હતી કે જે પૂરા પૈસા લે છે પણ આપતા નથી. જે બાબતે મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને, કમિશનર ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, કલેક્ટર મહેસાણા સહિતને રજૂઆત કરી છે કે ગુજરાત લેવલે આ સ્કેન્ડલ ચાલી રહ્યું છે કે બટરના નામે બધા જ આ ફેટ વાપરે છે અને એના કારણે આરોગ્યને ભયંકર નુકસાન થાય છે. આનાથી લોકોને બચાવવા જોઈએ છે. જેમાં નાની ઉમરે હાર્ટએટેકના પ્રમાણ વધી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.