થરાદ પાલિકા કાચેરીનું બે માસ પહેલાં કોંગ્રેસે અને હવે સાંસદ અને અધ્યક્ષે લોકાર્પણ કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદમાં પાલિકા દ્વારા રૂ.118.61 લાખના ખર્ચે બનાવવામાં આવેલા છત્રપતિ શિવાજી નગર સેવાસદનનું બે માસ પહેલાં કોંગ્રેસની બોડીએ કર્યા બાદ હવે સાંસદ અને વિધાનસભાના અધ્યક્ષે ગુરુવારે ફરી લોકાર્પણ કર્યું હતુ.જ્યાં તેમણે ગત બોડીના વહીવટકર્તાઓ પણ પ્રહારો કર્યા હતા. પાલિકા કચેરી સાથે રૂ. 70.50 લાખના ખર્ચે બનેલ ફાયર સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલએ કોંગ્રેસના નગરસેવકો પર ટોણો મારતાં કહ્યું કે તેઓને શહેરના વિકાસ માટે રસ્તા કે સેવાસદન નહી પણ પોતાને કંઇક મળે એવી આશાએ માંગવા આવતા હોય છે. કોન્ટ્રાક્ટરને કામ આપીને નુકશાન થતું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૈાધરીએ નગરપાલિકાના કેટલાક અધિકારીઓ ડરી ડરીને કામ કરતા હોય છે એને કાયદાનો નહી પણ વ્યક્તિઓનો ડર હોય છે. અને જેને વ્યક્તિઓનો ડર લાગતો હોય તેમને નપાણીયા ગણાવતાં તંત્ર તરીકે કામ કરવાનો કોઇ અધિકાર નથી તેમ જણાવી પ્રજાહિતમાં કોઇપણ જાતના દ્વેષભાવ વગર કાયદાનો ડર રાખવા જણાવ્યું હતું. નગરપાલિકાના વહીવટદાર દિપક દરજીને સ્ટેજની બાજુમાં ખુરશી પર બેઠેલા જોઇને તર્કો પણ ચર્ચાસ્પદ બન્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.