લાઘણજ પંથક માંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીને SOGની ટીમે મહેસાણાથી ઝડપી લીધો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના લાઘણજ પંથકમાં ચાર દિવસ અગાઉ ગામનો જ શખ્સ એક 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે અંગે મહેસાણાના લાઘણજ પોલીસ મથકમાં સગીરાના પરિવાર જનોએ યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં મહેસાણા એસઓજી ટીમે યુવકને ઝડપી લીધો હતો. જે બાદ લાઘણજ પોલીસમાં સોંપવામાં આવ્યો હતો.મહેસાણા જિલ્લાના લાઘણજ પંથકમાં આવેલા એક ગામથી 14 વર્ષીય સગીરાને ભગાડી જવાના કેસમાં મહેસાણા એસઓજી ટીમે તપાસ આદરી હતી. જેમાં પો.કો જયેશ કુમાર થતા જયદેવ સિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ભોગ બનનાર સગીરા અને આરોપી યુવક મહેસાણાના રામપુરા ચોકડી ખાતે ઉભા છે. જે બાતમીના આધારે એસઓજી ટીમ રામપુરા ચોકડી ખાતે પહોંચી આરોપીને ઝડપી લીધા હતા. જે બાદ લાઘણજ પોલીસને સોંપવામાં આવ્યા હતા. સમગ્ર કેસમાં લાઘણજ પોલીસે આ કેસમાં વધુ તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.