પાલનપુર તાલુકા પોલીસે દારૂ ભરેલી ગાડી સાથે ચાલકને ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકા પોલીસે એક દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમી હકીકત આધારે રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ ગાડીને રોકાવી તપાસ કરતા તેમાથી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે ગાડી સહીત કુલ મુદ્દામાલ કબ્જે કરી ગાડી ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાન તરફથી આવતી ગાડીઓમાંથી પોલીસ અવારનવાર દારૂ ઝડપી પાડતી હોય છે. પાલનપુર તાલુકા પોલીસનો સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, દરમિયાન પોલીસ કોન્સટેબલ રાજેશદાનનાઓને ખાનગી રાહે બાતમી મળતા તે આધારે રાજેસ્થાન તરફથી આવતી ગાડી રોકાવી તપાસ કરતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસ ગાડી કબ્જે લઈ કુલ 2 લાખ 22 હજાર 940નો મુદ્દામાલ કબ્જે કરી ભગવાનારામ પદમારામ ચૌધરી રહે પાદરડી ગુડામાલાણી રાજસ્થાનવાળાને ઝડપી પાડી તેની વિરૂદ્ધમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.