સમીના ઝીલવાણા ગામે અગાઉના ઝઘડાની અદાવતને લઈને ગામના બે યુવાન પર 4 શખ્સોએ હુમલો કર્યો

પાટણ
પાટણ

સમી તાલુકાના ઝીલવાણા ગામે એક સપ્તાહ અગાઉ ભરવાડ સમાજના બે પરિવારો વચ્ચે પશુને ગરમીનું ઈન્જેક્સન આપવા બાબતે માથાકુટ થયેલ હતી. જે માથાકુટમાં ગામના સરપંચ વચ્ચે આવતાં સમાધાન કરાવેલ હતું. છતાં જેને અદાવત લઈ ચાર લોકોએ બે ભાઈઓ પર લોખંડની પાઈપ, ધારીયું, લાકડી જેવા હથિયાર વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડ થતાં ચાર શખ્સો વિરૂધ્ધ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.સમી તાલુકાના ઝીલવાણા ખાતે રહેતા વિપુલભાઈ માતમભાઈ ભરવાડની ફરિયાદમાં જણાવ્યા મુજબ આજથી સાત દિવસ પહેલા ગામના ભીખાભાઈ મોતીભાઈ ભરવાડ તથા ભગાભાઈ મોતીભાઈ ભરવાડ સાથે પશુઓને ગરમીના ઈન્જેક્સન મારવા બાબતે બોલાચાલી થયેલી અને ત્યારબાદ ગામના માજી સરપંચ ભગાભાઈ રતુભાઈ નાડોદા વચ્ચે આવતાં સમાધાન થયેલ હતું.જેની અદાવતને લઈ વિપુલભાઈ તથા તેમના ભાઈ વિજયભાઈ બંન્ને ભાઈઓ વાડામાં પશુઓ પુરવા ગયેલ હતા. તે આ સમયે ભરવાડ ભીખાભાઈ મોતીભાઈ તથા ભગાભાઈ મોતીભાઈ ભરવાડ તથા સુરેશભાઈ શીવાભાઈ ભરવાડ તથા સચીનભાઈ ભીખાભાઈ ભરવાડ તમામ લોકો પોતાના હાથમાં લોખંડની પાઈપ તથા ધારીયું, લાકડી જેવા હથીયારો લઈ આવી કહેવા લાગેલ કે સરપંચના કહેવાથી બચી ગયા હતા. તેમ કહીને હથીયારો વડે માથાના ભાગે અને હાથના ભાગે મારવા લાગેલ. જેથી વિપુલભાઈ અને વિજયભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડેલ ત્યારબાદ ગડદાપાટુનો માર પણ માર્યો હતો.આ સમયે આજુબાજુના લોકો ઝગડાઓ અવાજ આવતાં ભેગા થઈ ગયા હતા. જેથી ચારેય લોકો જાનથી મારી નાંખવાની ધમકી આપી જતાં રહ્યા હતા. ત્યારબાદ 108 મારફતે બંન્ને ભાઈઓને સમી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે પાટણ જનતા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં વિપુલભાઈ મફાભાઈ ભરવાડ સમી પોલીસ મથકે ગામના ચાર લોકો જેમાં ભીખાભાઈ મોતીભાઈ ભરવાડ, ભગવાનભાઈ મોતીભાઈ ભરવાડ, સુરેશભાઈ હીવાભાઈ ભરવાડ, સચીનભાઈ ભીખાભાઈ ભરવાડ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.