અંબાજી-દાંતા હાઇવે માર્ગ પર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ત્રિસુલિયા ધાટી ડિવાઇડર સાથે અથડાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા તાલુકામાં મોટા ભાગના હાઈવે માર્ગો પહાડી અને ઢલાંગ વાળા હોવાના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. દાંતા તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત્ત છે. ત્યારે ગત સાંજે અંબાજી નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અંબાજી દાંતા હાઇવે માર્ગ વચ્ચે બાઈક સવારને અકસ્માત સર્જાયો છે. અંબાજી-દાંતા હાઇવે માર્ગ પર બાઈક સવારને ગઈ સાંજે અકસ્માત નડ્યો છે. અંબાજી નજીક આવેલા ત્રિસુલિયા ધાટીમાં અકસ્માત નડ્યો હતો. અંબાજી દાંતા હાઇવે માર્ગ પર આવેલા ત્રીસુલિયા ધાટી પર આવેલા અંબા માતા મંદિર પાસે બમ્પ ઉપર બાઈક સવારનું સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ત્રિસુલિયા ધાટીમાં ડિવાઇડર ઉપર પછડાતા માથાના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારે ઇમરજન્સી 108ને સંપર્ક કરતા બાઈક સવારને 108 મારફતે સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. દાંતા પોલીસને જાણ થતાં દાંતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.