ડીસા-ભીલડી નેશનલ હાઈવે પર જીવદયા પ્રેમીઓએ ક્રેનની મદદથી ઊંટને બહાર કાઢ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા ભીલડી નેશનલ હાઈવે પર મોડી રાત્રે ખુલ્લી ગટરમાં ઉંટ પડી જતાં દોડધામ મચી ગઈ હતી. જીવદયા પ્રેમીઓ દ્વારા ક્રેનની મદદથી લોહીલુહાણ હાલતમાં ઉંટને બહાર કાઢવામાં આવ્યો હતો.ડીસા ભીલડી નેશનલ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી ખુલ્લી ગટરોમાં પશુઓ પડી જવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દસ દિવસ અગાઉ જ ભીલડી પાસે ખુલ્લી ગટરમાં આખલો ખાબકતા તેને મહામુસીબતે બહાર કાઢ્યા બાદ ગત મોડી રાત્રે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે પણ ખુલ્લી ગટરમાં ઊંટ ખાબક્યો હતો. જેમાં ડીસા ભીલડી હાઈવે પર આખોલ ચાર રસ્તા પાસે એક ઉંટ પ્રસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન વાહનોનું હોર્ન વાગતાં અચાનક ઉંટ ભડક્યો હતો અને રોડ પર દોડવા જતાં બાજુમાં નેશનલ હાઇવે ઓથોરિટીની ખુલ્લી ગટરમાં ઉંટ ખાબક્યો હતો. જેથી ઉંટ માલિક પણ મુસીબતમાં મૂકાયો હતો.ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં અને જીવદયા પ્રેમીઓ દ્વારા તાત્કાલિક અસરથી ક્રેન બોલાવી અને ભારે જહેમત બાદ લોહીલુહાણ હાલતમાં ઉંટને ખુલ્લી ગટરમાંથી બહાર કઢાયો હતો. ગટરમાં પડતા ઉંટને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર આપી ત્યાંથી રવાના કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઈવે ઓથોરિટીની ખુલ્લી ગટરોમાં પશુ ઉપડવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. જેથી જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ખુલ્લી ગટરો ઉપર ઢાંકણા મુકવામાં આવે તેવી લોકોની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.