લાખણીની મોરાલ અનુપમ પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર દિનની ઊજવણી

બનાસકાંઠા
બનાસકાંઠા

લાખણી તાલુકાની મોરાલ અનુપમ પ્રાથમિક શાળામાં 77માં સ્વતંત્રતા દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં એસ.એમ.સી.ના અધ્યક્ષ દલપતસિંહ વર્ધાજી રાજપુતના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ દેશભક્તિ ડાન્સ, કોમેડી નાટક બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને વિવિધ ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા. શાળામાં દાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મૌલિકભાઈ રાજુભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ શાળાના ઉત્સાહી આચાર્ય એ માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.