બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી એક કુદરતી સંકટના એંધાણ : ખેડૂતોમાં ફફડાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી એક કુદરતી સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજસ્થાનમાં તીડ આવતા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડના આક્રમણના ભયથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. થરાદ,વાવ અને સુઇગામ પંથકમાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ખેડૂતોને ભય છે કે જો તીડનું ટોળું આક્રમણ કરશે તો તેમનો ઉભો પાક નષ્ટ થઇ જશે. જોકે જિલ્લા કલેકટરે તીડના આક્રમણ પહેલા સાવચેતી ભર્યા પગલાં અને નિયંત્રણ માટે રાજસ્થાન સરકારના સંપર્કમાં હોવાનું દાવો કર્યો હતો.ઉત્તર ગુજરાતમાં 2019માં તીડનું આક્રમણ થયું હતું અને હજારો ખેડૂતો ભોગ બન્યા હતા. બનાસકાંઠામાં તીડના આક્રમણે ખેડૂતોને બરબાદ કરી દીધા હતા. થરાદ વિસ્તારમાં રાજસ્થાનથી આવેલા મોટા ઘેરાવાના તીડોએ આક્રમણ કર્યું હતું. ખેડૂતો તેમનો ઉભો પાક બચાવવા ઢોલ, થાળી વગાડી તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. તીડ પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકારની 11 અને રાજ્ય સરકારની 18 ટીમ કામે લાગી હતી. પરંતુ હાલ રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં તીડના ટોળા જોવા મળતા ક્યાંક સરહદીય વિસ્તારમાં પણ ખેડૂતોમાં દહેજ જોવા મળી રહે છે જોકે લીલો છમ પાક ક્યાંક તીડના આક્રમણ થી નુકસાન ના થાય તે હેતુથી ખેડૂતોએ સરકાર સમક્ષ તીડ પહેલા નિયંત્રણ લાવવા પ્રયાસ કરવાની માંગ કરાઇ છે.તીડ એક જાતના તીતીઘોડા છે.જે અનુકુળ પરિસ્થિતિમાં ટોળા બનાવીને સેંકડો માઇલ સુધી એક ધારા ઉડીને દુરના પ્રદેશમાં આક્રમણ કરીને ખેતીવાળા પ્રદેશમાં ઉતરીને હજારો એકર પાકેને નકુશાન કરે છે. તાજા નીકળેલા લાલ તીડ ખૂબ જ ખાઉધરા હોય છે અને દૂર ઉડવાની ક્ષમતા ધરાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.