અંબાજી નજીક છાપરી ચેકપોસ્ટ જોડે વળાંકમાં સામેથી આવતી કારને બચાવવામાં અકસ્માત : ટ્રેલર ખાડામાં ખાબક્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

યાત્રાધામ અંબાજી આવવાના તમામ હાઈવે માર્ગો પહાડી અને ઢળાંગ વાળા હોવાના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે અંબાજી નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અંબાજી આબુરોડ હાઇવે માર્ગ વચ્ચે ટ્રેલરનો અકસ્માત સર્જાયો. અંબાજી આબુરોડ હાઇવે માર્ગ પર ટ્રેલરને આજે અકસ્માત નડ્યો છે. અંબાજી નજીક આવેલા છાપરી ચેકપોસ્ટ જોડે વળાંકમાં ટ્રેલર સામેથી આવતી કારને બચાવવાના પ્રયાસ કરતા ડ્રાઇવર દ્વારા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. કાબૂ ગુમાવતા ટ્રેલર રોડની સાઈડમાં ખાડામાં પડી ગયું હતું. આબુરોડ અંબાજી હાઈવે માર્ગ વચ્ચે ટ્રેલરને અકસ્માત સર્જાતા સદનબીએ જાનહાનિ ટળી હતી. ટ્રેલર રોડની સાઈડમાં ખાડામાં પડી જતા ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. ત્યારે ટ્રેલરને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.