હિંમતનગરમાં દુર્ગા રેલવે ઓવરબ્રિજ મંજૂર થયા બાદ ટેકનિકલ ખામીને લઈને બંધ થતું કામ ફરી શરૂ થયું

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જૂની સિવિલથી છાપરીયા ચાર રસ્તા સુધીનો દુર્ગા રેલવે ઓવરબ્રિજ મંજૂર થયા બાદ ત્રણ વખત કામગીરી અટક્યા બાદ ફરીથી ચોમાસામાં મંદ ગતિએ કામગીરી ચાલતી જોવા મળી છે. હાલમાં કામગીરી પિયર ચીપીંગની કામગીરી શરુ કરવામાં આવી છે.આ અંગેની વિગત એવી છે કે 27 એપ્રિલના રોજ મંજૂર થયેલ દુર્ગા રેલવે ઓવરબ્રિજની કામગીરી પુનઃ શરુ થઇ હતી. ત્યારબાદ કામ શરુ થયું અને ઓવરબ્રિજના પાઈલ બન્યા હતા. ત્યારબાદ ફરીથી ટેકનિકલ ખામીને લઈને કામગીરી બંધ થઇ હતી. તો થોડા સમય બાદ ફરીથી કામગીરી શરુ થઇ હતી અને બનાવેલા ચાર પાઈલની આસપાસ ખોદકામ કરીને માટીના ઢગલા કરવામાં આવ્યા હતા અને ફરીથી કામગીરી બંધ થઇ ગઈ હતી અને ફરીવાર બે દિવસ પહેલા કામગીરી શરુ થઇ છે. જેમાં પાઈલ ચીપીંગની કામગીરી શરુ કરવામાં આવી છે. ત્યારબાદ સ્ટીલ ગોઠવીને પાઈલ કીપિંગની કામગીરી શરુ થશે આ પ્રમાણે પાચ જગ્યાએ થશે જેની શરુઆત કરવામાં આવી છે.આ અંગે એન્જીનીયર હર્ષ રાવલે જણાવ્યું હતું કે, એક તરફ પાઈલીગ કર્યા બાદ પાઈલ ચીપીંગનું કામ શરુ કરવામાં આવ્યું છે. ત્યારબાદ પાઈલ કીપિંગનું કામ શરુ થશે. જોકે હાલમાં ચોમાસની સીઝન હોવાને લઈને વારાફરતી ખાડા કરીને પાઈલ ચીપીંગ કરવામાં આવશે. જેની કામગીરી હાલમાં ચાલી રહી છે.ટેકનિકલ ખામીઓ બે વાર સર્જાયા બાદ 27 એપ્રિલના રોજ કામગીરી ફરી શરુ થઇ હતી. પરંતુ કામની પ્રગતિમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. ત્યારે જૂની સિવિલથી આ રેલવે ઓવરબ્રિજ શરુ થશે અને બે તરફ એબડમેન્ટ અને 15 પિયર ઉપર તૈયાર થઈને દુર્ગા બજાર થઈને છાપરીયા ચાર રસ્તે ઉતરશે. જે 623 મીટર લાંબો અને સાડા સાત મીટર પહોળો રૂ.19.35 કરોડના ખર્ચે બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.