સિદ્ધપુરના કલ્યાણા ગામે જાગૃતિ વિદ્યાલયની નવીન બનાવેલ મણીબા ગ્રંથાલય લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું

પાટણ
પાટણ

સિદ્ધપુરના કલ્યાણ ગમે 15 મી ઓગસ્ટ ની ઉજવણી સહિત લાઇબ્રેરી નું ઉદ્ઘાટન તેમજ વય નિવૃત થતા શિક્ષકનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. 15 મી ઓગસ્ટ 2023 એ શ્રીમતી આઈ એમ પટેલ જાગૃતિ વિદ્યાલય કલ્યાણા મુકામે 77 મા સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દાતા ચમનભાઈ બબાભાઈ પટેલ તરફથી નવીન બનાવેલ “મણીબા ગ્રંથાલય”લાઇબ્રેરી નું જોઈતારામ એસ. પટેલ (અવધૂત કન્સ્ટ્રક્શન ) મહેસાણાના વરદ હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.. અત્રે ઉલ્લેખનીય છે કે ચમનભાઈ પટેલ પરિવાર દ્વારા આ અગાઉ કલ્યાણા ખાતે અધ્યતન સગવડોથી સજ્જ પ્રાથમિક શાળાનું નવીન મકાન પણ ગ્રામજનોને અર્પણ કર્યું હતું.આ પ્રસંગે ચમનભાઈ તથા તેમના ધર્મ પત્ની તેમજ સમસ્ત પરિવારનુ કેળવણી મંડળના પ્રમુખ કાંતિભાઈ તરફથી સન્માન કરવામાં આવ્યું.વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતા શિક્ષક ગોદડભાઈ જે. ચૌધરી નો વિદાય સમારંભ તથા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો. ભૂતપૂર્વ આચાર્ય નારાયણભાઈ ઠક્કર ભૂતકાળના પોતાના સ્મરણો યાદ કરી ભાવુક થયા હતા. આ કાર્યક્રમમાં કલ્યાણા જૂથ કેળવણી મંડળના પ્રમુખ કાંતિભાઈ જે પટેલ ઇન્ચાર્જ આચાર્ય ફાલ્ગુનીબેન પી પટેલ તથા મહામંત્રી ધીરજકુમાર આર પટેલ તેમજ સમગ્ર સ્ટાફ કારોબારી સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.