પાટણમાં દેશભક્તિના રંગે રંગાયુ 77માં સ્વતંત્ર દિનની ઠેર-ઠેર ઉજવણી કરાઈ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં 15 ઓગેસ્ટે 77મા સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાટણમાં નગરપાલિકા દ્વારા બગવાડામાં ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમજ યુનિવર્સિટીમાં કેમ્પસ, કોર્ટ સંકુલ, જિલ્લા ભાજપ કાર્યાલય, કોગ્રેસ કાર્યાલય, સહિત શહેરની સ્કૂલોમાં ઠેરઠેર ધ્વજવંદન કરાયું હતું.પાટણ શહેરમાં નગર પાલિકા દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ બગવાડા ચોક ખાતે પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં પાલિકા પ્રમુખ સ્મિતબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. પાલિકાના ચીફ ઓફિસર કોર્પોરેટર સહિત નગરપાલિકાના કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. પાલિકા પ્રમુખ સ્મિતા બેન પટેલે પાણી બચાવો અને સ્વચ્છતા રાખવા અપીલ કરી હતી.પાટણ ખાતે 77 સ્વતંત્ર દિનની પર્વની નિમિત્તે જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ‘ ખાતે ઊજવણી ક૨વામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રદેશ ઉપપ્રમુખ નદાજી ઠાકોર હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા, શહેરના ભાજપના તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.પાટણ ખાતે 77માં સ્વતંત્ર પર્વની જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરી ઊજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર સહિત જિલ્લા, તાલુકા, શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.પાટણ જિલ્લા અદાલત ખાતે 77 માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક જજ હિતાબેન ભટ્ટના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રીક જજ હિતાબેન ભટ્ટે દરેકને પોતાના જીવનમાં સામાજિક આર્થીક અને વેવહારિક પ્રવૃતિઓમાં સ્વાતંત્રતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં બીજા એડિશનલ સેસન જજ સહિત વકીલો અને કોર્ટના કર્મચારીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિરી દ્વારા 77માં સ્વતંત્ર દિને ધ્વજવંદન કાર્યક્રમ વહીવટી ભવન બહાર કાર્યકારી કુલપતિ ડૉ.રોહિત દેસાઈ અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં રાષ્ટ્રગાન અને તિરંગા અને સલામ આપી દેશક્તિના માહોલમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. કુલપતિ રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે, શહીદોને શ્રદ્ધાંજલિ પણ હોય, સનાતન ભારતની અસ્મિતા અને ગૌરવની ઝલક પણ હોય તેમાં આધુનિક ભારતની ઝલક પણ હોય અને આપણા વૈજ્ઞાનિકોની પ્રતિભા અને સામર્થ્યનું દર્શન પણ હોય. કારણ કે, 2047 માં જ્યારે આપણે આઝાદીના શતાબ્દી મનાવીશું ત્યારે આપણું સ્થાન ક્યાં હશે અને આઝાદીના અમૃત મહોત્સવનો આ પર્વ આપણને એક દિશામાં મજબૂતી અને આપણા માટે એક દિશાદર્શક બની રહેશે.પુરુષાર્થની ભાવના જગાતના રૂપ અને આપણે ત્યાં પણ કહેવાયું છે કે, કોઈપણ સંકલ્પ હોય કે પ્રયાસ હોય એ ઉત્સવ વગર પૂર્ણ થતો નથી ત્યારે એક સંકલ્પ દ્વારા લાખો કરોડો લોકોના એ ઉત્સવનું સ્વરૂપ ધારણ કરે છે અને લાખો કરોડો લોકોના સંકલ્પ એમાં જોડાઈ જાય છે. લાખો કરોડો લોકોની ઉર્જા પણ જોડાઈ જાય છે. આઝાદીના આ પર્વની વચ્ચે આપણે આપણા પૂર્વજોએ આઝાદી માટે આપેલા બલિદાનો અત્યારની પેઢીને આલબત્ત કરીને રાષ્ટ્ર ઉજવળભાવી માટે પાયો નાખવાની શરૂઆત છે. યુનિ. ખાતે યોજાયેલા ધ્વજ વંદન કાર્યક્રમમાં કુલસચિવ કે કે. કે. પટેલ, તેમજ વહીવટી અધિકારીઓ સહિત વિભાગોના વિદ્યાર્થીઓઓ તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો.પાટણ શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે શહેરના શહીદપીર હુસેની ચોકથી ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા.પાટણમાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઊજવણી નિમિત્તે શહેરમાં તિરંગા યાત્રા અને ઠેર ઠેર ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયા હતા. ત્યારે શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા દેશ પ્રેમની ભાવનાના દર્શન કરાવવા માટે ભવ્ય તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈ પાટણ શહેરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા 15મી ઓગસ્ટ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા બપોરે બે કલાકે ગંજ શહીદપીર હુસેની ચોક થી પ્રસ્થાન થઈ કસાવાડા, બૂકડી રોડ, પાંચ પાડા, ઢાંકવાડા ચાર રસ્તા, ઈકબાલ ચોક, રાજકાવાડા, લોટેશ્વર ચોક, લીમડી ચોક, ભદ્ર, ફતેહસિંહરાવ લાયબ્રેરી, રતનપોળ, ત્રણ દરવાજા, હિંગળાચાચર, બગવાડા દરવાજા, સુભાષચોક, જૂનાગંજ, ઝીણીરેત, નીલમ સિનેમા, ગંજ શહીદપીર હુસેની ચોક ખાતે સમાપન થઈ હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં સમસ્ત મુસ્લિમ સમાજના વડીલો ,યુવાનો બાળકો ભારત માતાનો ધ્વજ લઈ જોડાયા હતા.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.