પાટણના કનસડા દરવાજા પાસે આવેલી વર્ષો જૂની સિદ્ધરાજ સબ પોસ્ટ ઓફિસ ન ખસેડવા રજૂઆત

પાટણ
પાટણ

પાટણ શહેરના કનસડા દરવાજા પાસે આવેલી વર્ષો જૂની સિદ્ધરાજ સબ પોસ્ટ ઓફિસ હાલની જગ્યાએ રાખવા માટે પાટણ શહેર ના વોડ નંબર 9ના કોર્પોરેટર અને વિસ્તારના રહીશો પોસ્ટ ઓફિસની સેવા ચાલુ રાખવા ડાયરેકટર જનરલ પોસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ નવી દિલ્લી અને ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત રાજ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે.પાટણ શહેરના કનસાડ દરવાજા પાસે આવેલ સિદ્ધરાજ પોસ્ટ ઓફિસ લગભગ 70 વર્ષથી જૂની અને હેડ ઓફિસ પછીની પાટણ નગર માં સૌથી મોટી પોસ્ટ ઓફિસ છે જેમાં લગભગ 50,000 કરતાં પણ વધારે ખાતા ધારકો ધરાવે છે આ પોસ્ટ ઓફિસ માં 26 ગામની BO ઓફિસ નું કામકાજ અંહીથી થાય છે અને આ 26 ગામોની BO ઓફિસ ને આ ઓફિસ નજીક પડે છે . પોસ્ટ ઓફિસ પાટણ તથા આજુબાજુ ભાગના ગામની લગભગ ત્રીજા ભાગ ની જણ સંખ્યા જેમાં લગભગ 25-30 કિલોમીટર સુધી ના વિસ્તારનું કામકાજ અહી ચાલે છે. આ પોસ્ટ ઓફિસ ની બાજુમાં પાટણ નગરપાલિકા, મામલતદાર કચેરી, જિલ્લા સ્પોર્ટ સંકૂલ તાલુકા પંચાયત માર્ગ અને મકાન ની ઓફિસ કેન્દ્રિય વિધ્યાલય ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળા બ્લડ બેંક તથા પાટણ નું વર્લ્ડ હેરિટેજ રાણી ની વાવ તથા એ ડિવિઝન પોલિસ સ્ટેશન જેવી સરકારી અર્ધ સરકારી તથા વિવિધ શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ ધરાવતો વિસ્તાર છે.આ વિસ્તારમાં સિનિયર સીટીઝન હાઉસ આવેલું છે આ સિનિયર સીટીઝનો આ પોસ્ટ ઓફિસમાં પોતાની જિંદગી ભરની કમાણી મૂકીને વ્યાજ લેવા માટે પણ આવે છે. સિદ્ધરાજ પોસ્ટ ઓફિસ ધ્વારા લગભગ 1,30,000 જણ સંખ્યા ની પોતાની સેવા પૂરી પાડે છે. આ પોસ્ટ ઓફિસ માં સરકાર ધ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે વિધવા સહાય પેન્શન સહાય ના પણ ઘણા બધા ખાતા ધરાવે છે. આ પોસ્ટ ઓફિસ માં ઘણા બધા પેન્શનરો છે તથા શ્રમિક વર્ગ અને મહિલા મંડળો તથા સખી મંડળો મોટા ભાગના પોતાની બચતના ખાતા આ પોસ્ટ ઓફિસમાં ચાલે છે. આ પોસ્ટ ઓફિસ ધ્વારા વિવિધ ગ્રાહક સેવા જેવી કે લાઇટ બિલ, ટેલિફોન બિલ, ગેસ બિલ, સ્પીડ પોસ્ટ, રજીસ્ટર AD,PLI, RPL, તથા ટિકિટ વિતરણ તથા ટિકિટ ટપાલ સેવા જેવી અતિઆવશ્યક સેવાઓ નો લાભ લે છે.આ પોસ્ટ ઓફિસ ના ગ્રાહકને હેડ ઓફિસ માં જવાનું થાઈ તો જવા આવવાનું અંતર 4 કિલોમીટર થય જાઈ તેમ છે.આ વિસ્તારના વૃદ્ધો અને વિધવાઓ શ્રમિકો તથા નાગરિકો તથા સરકારી અર્ધ સરકારી અને વર્લ્ડ હેરિટેજ જેવી સંસ્થાઓને સિદ્ધરાજ પોસ્ટ ઓફિસની સેવાઓ નો લાભ મળી રહે તે માટે વિસ્તારના કોર્પોરેટર નરેશ દવે, સહિત વિસ્તાર ના ભવિનભાઈ ,ભરત ભાઈ સહિતના રહીશોએ પોસ્ટ ઓફિસ ની જગ્યાને રિપેરિંગ કરીને ચાલુ રાખવામા આવે તો આ પોસ્ટ ઓફિસને 100 વર્ષ સુધી કંઇજ થાય એમ નથી અને આ બિલ્ડીંગ માં ના બેસવું હોય તો બીજી પ્રાઇવેટ જગ્યાઓની અરજી પણ આપેલી છે. તો આ જગ્યાઓ ને એનાએ વિસ્તારના બિલ્ડીંગોમાં પર્યાપ્ત ઓફિસની સેવા ચાલુ રાખવા ડાયરેકટર જનરલ પોસ્ટ ડીપાર્મેટ વીક પોસ્ટ નવી દિલ્લી અને ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત રાજ્ય ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.