થરાદ પોલીસ સ્ટેશન તેમજ શહેરની શાળા-કોલેજોમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

બનાસકાંઠા
બનાસકાંઠા

સને 1947માં આપણો દેશ આઝાદ થયો, બરાબર આજના દિવસે આપણે એક લાંબી નારકિય ગુલામીમાંથી મુક્ત થયા, સ્વતંત્ર થયા. આ મહામૂલી આઝાદી દિવસને આપણે રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવીએ છીએ. દેશમાં આજના દિવસે જાહેર રજા હોય છે. તેમજ દેશની તમામ સંસ્થાઓ પોતાના પરિસરમાં આજના દિવસે રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવી સલામી આપીને આજના દિવસની ઉજવણી કરે છે.બનાસકાંઠાના થરાદ ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા બે-ચાર દિવસથી શહેરના દરેક ઘર અને વેપારી સંસ્થાનો તેમજ ઓફીસોમાં લોકોએ રાષ્ટ્રધ્વજ તિરંગો લગાવીને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છે.આજે વહેલી સવારથી થરાદના શહેરમાં રાષ્ટ્રીય ગીતો સંભાળાઇ રહ્યા હતા. આ વર્ષે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન કાર્યક્રમ ખોડા ખાતે રાખવામાં આવ્યો હતો. થરાદ પોલીસ સ્ટેશનમાં સવારે ધ્વજવંદન કાર્યક્રમ યોજાઇ ગયો હતો. આ કાર્યક્રમ ઇન્સપેક્ટર વિમ્પલબેન દેસાઇના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં થરાદ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ યુનિટ પણ જોડાયો હતો.થરાદની આનંદ નગર પ્રાથમિક શાળા, ગાયત્રી હાઇસ્કૂલ તેમજ ગાયત્રી પ્રાથમિક શાળા સહિતની તમામ શાળા કોલેજો દ્વારા આજના આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ શાળાઓમાં આતે કલા ઉત્સવ તેમજ સફાઇ અભિયાન અંતર્ગત સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવ્યા હતા. ગાયત્રી પ્રાથમિક શાળામાં આયુષી ગઢવીનું શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આયુષી ગઢવી, ધોરણ 8, જે કાવ્ય લેખન પઠનમાં તાલુકા કક્ષાએ પ્રથમ આવી હતી. તેમજ જિલ્લા કક્ષાએ તેણીએ ત્રીજો નંબર મેળવી શાળાનો નામ રોશન કર્યું હતું.ગાયત્રી હાઇસ્કૂલમાં આજના કાર્યક્રમમાં બનાસ બેન્કના ડિરેક્ટર શેલેષ પટેલ, જીવરાજ પટેલ તેમજ શહેરના નામી અનામી નાગરિકોની ઉપસ્થિતમાં આજના સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.