અમીરગઢના ડાભેલા ગણેશપુરા પાસેથી દારૂ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ પોલીસે ડાભેલા કાકવાડા રોડ ઉપરથી દારૂ ઝડપી પાડ્યો હતો. અમીરગઢ પોલીસે બાતમી હકીકત આધારે પેટ્રોલિંગ દરમિયાન બાઇક સવાર બે ઈસમોને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી જેને પગલે પોલીસને જોતા દારૂ અને બાઈક મૂકી બે શખ્સો રાત્રીના અંધારાનો લાભ લઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા. જેથી પોલીસે દારૂ અને બાઈકને જપ્ત કરી બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પરથી અનેક વખત દારૂ ઝડપાતો હોય છે, બુટલેગરો દ્વારા નવા નવા કિમીયા ચલાવીને રાજેસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ત્યારે અમિરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પોલીસ કોસ્ટેબલ મનજીભાઇનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, એક મોટર સાયકલ ઉપર બે ઇસમો પ્લાસ્ટીકના કર્મોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ડાભેલાથી કાકવાડા તરફ રોડ ઉપર આવવાના છે. જે બાતમી હકિકત આધારે અમીરગઢ પોલીસ ડાભેલા ગણેશપુરા ગામે ત્રણ રસ્તા પાસે બાઈક નાકાબંધી કરી વોચ તપાસમાં હતા. તે દરમ્યાન બાતમી હકકિત વાળી બાઈક આવતાં બંને ઇસમો પોલીસની નાકાબંધી જોઇ એકદમ પોતાનું મોટર સાયકલ રોડની સાઇડમાં મુકી ભાગી ગયા હતા. જોકે, પોલીસે તેઓને ઝડપવા પીછો કર્યો હતો, પરંતુ રાત્રીના અંધારાનો લાભ લઇ બંને ઇસમો ભાગી છૂટ્યા હતા. જેથી પોલીસે દારૂ સહીત કુલ 65 હજાર 170નો મુદ્દામાલ કબ્જે કરી બાઈકના ચાલક તેમજ તેની પાછળ બઠેલા બીજો એક ઇસમ વિરુદ્ધ દારૂની હેરાફેરીને લઈ તેમના વિરૂધ્ધમાં ધી પ્રોહીબિસન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.