:ડીસામાં ખેડૂત રેલીને સમર્થન આપનાર આમ આદમી પાર્ટીના નેતાને ધમકી આપનારા લોકો સામે કાર્યવાહીની માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

દિયોદરના ધારાસભ્યના સમર્થકે ખેડૂત આગેવાન પર હુમલો કરતા ખેડૂત આગેવાનોએ કરેલી ગાંધીનગર કુચ કર્યું છે ત્યારે આ રેલીને સમર્થન કરતા આમ આદમી પાર્ટીના નેતા ભેમાભાઈ ચૌધરીને એક અજાણ્યા વ્યક્તિએ ફોન પર અપશબ્દો કહી ધમકી આપી હોવાની અરજી તેઓએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે નોંધાવી છે. આ મામલે તેમણે ધમકીની ઓડિયો ક્લિપ પણ પોલીસને સોંપી છે. દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ ખેડૂતલક્ષી સરકારી કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં રજૂઆત કરવા આવતા અમરાભાઇ ચૌધરી નામના ખેડૂત આગેવાન પર કેશાજીના સમર્થકોએ હુમલો કરતા ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરી આ મુદ્દે રજૂઆત કરવા ગાંધીનગર સુધી રેલી યોજી છે. જેનું ખેડૂત આગેવાન અને આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ પણ સમર્થન કર્યું છે. જેમાં ભેમાભાઈ ચૌધરી બે દિવસથી સંમેલનમાં સાથે હોઇ તેઓના ફોન પર અજાણ્યા શખસો દ્વારા અલગ અલગ ફોન નંબરથી અપશબ્દો કહી ધમકીઓ આપવામાં આવી રહી છે. તેઓએ ફોન કરનારનું નામ પૂછતા સામેથી તેઓ કંઈ જણાવતા નથી અને ભેમાભાઈને ડરાવવા તેમજ ખેડૂતોના સમર્થનમાંથી ખસી જવા ધમકીઓ આપી રહ્યા છે. જે અંગે ભેમાભાઈ ચૌધરીએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે. તેમજ ધમકી ભર્યા ફોનનું રેકોર્ડિંગ પણ પોલીસને આપતા પોલીસ તાત્કાલિક તપાસ કરી ધમકી આપનાર લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી માગ કરી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે નાયબ કલેક્ટર નેહા પંચાલને પણ રજૂઆત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.