77 માં સ્વાતંત્ર્ય દિન પૂર્વ સંધ્યાએ પાલનપુરમાં આવેલા મહાનુભાવોના સ્ટેચ્યુની સફાઈ કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર નગર ખાતેના કેટલાક વિસ્તારોમાં મુકવામાં આવેલા સ્ટેચ્યુની સાફ સફાઈ કરવામાં આવી હતી. પાલનપુર શહેરના કીર્તિસ્થંભ વિસ્તારમાં મુકેલી સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝ, સિમલાગેટ વિસ્તારમાં મુકેલી દેશના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર , જુના ગંજમાં મુકેલી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ,બનાસડેરીના આધ્ય સ્થાપક ગલબાભાઈ પટેલ, તેમજ શશિવન નજીક મુકેલી સરસ્વતી માતાજીની પ્રતિમાને પાલનપુર શહેરની નામાંકિત સંસ્થા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંચાલિત સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓ અને પ્રાધ્યાપિકા બહેના દ્વારા આજરોજ પાલનપુર શહેરના વિવિધ સ્થળો ઉપરના સ્ટેચ્યુની ઉત્સાહપૂર્વક સાફ-સફાઇ કરવામાં આવી હતી.તમામ સ્ટેચ્યુઓની સફાઇ કરી પાણી દ્વારા સુંદર રીતે ધોઇને સ્ટેચ્યુ ઉપર જામેલ ધૂળ અને કચરો દૂર કરવામાં આવ્યો હતો. તદઉપરાંત, આ વિદ્યાર્થિનીઓ દ્વારા દર મહિને એક વાર સફાઇ કરી આ સ્ટેચ્યુઓની જાળવણી કરવાની નેમ લેવામાં આવી હતી જે દરમિયાન તકેદારી રાખી સફાઈ કરવામાં આવે છે.આ સમગ્ર આયોજન સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર ના પ્રમુખ ની પ્રેરણા હેઠળ સ્વસ્તિક મહિલા કોલેજના આચાર્યા નેહલબેન પરમાર અને અન્ય પ્રાધ્યાપિકા બહેનો નેહલ ઠાકોર, ,રોશની બેન પ્રજાપતિ,ભાવના બેન ચૌધરી,અલકાબેન પરમાર તેમજ કોલેજની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.