મહેસાણા SOGએ વિસનગરમાંથી જાપાની બનાવટની રિવોલ્વર સાથે એકને ઝડપી પાડ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર ખાતે ફકીર શાબીરશા પોતાના મકાનમાં રિવોલ્વર સાથે હાજર હોવાની બાતમી આધારે એસઓજી ટીમે આરોપીના ઘરે જાઇ કોર્ડન કરી રિવોલ્વર સાથે પકડી લીધો હતો.આરોપી પાસેથી પોલીસે મેડ ઇન જાપાન માર્કોની રિવોલ્વર પોલીસે કબ્જે કરી આ કેસમાં ઉડી તપાસ આદરી છે.આગામી સમયમાં 15મી ઓગસ્ટ હોવાથી સાવચેતીના ભાગરુપે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ગુનાહિત પ્રવૃતિઓ કરતા આરોપીઓને ઝડપવા કામે લાગ્યા હતા.એ દરમિયાન પો.કો દિગ્વિજય સિંહ થતા પો.કો વિશ્વનાથસિંહ ને બાતમી મળી કે વિસનગરમાં મસ્તાનનગર ડેરિયા તળાવ પાસે રહેતા ફકીર શાબિરશા કાદરશા પોતાની પાસે ગેરકાયદેસર રાખી પોતાના ઘરે હાજર હોવાની બાતમી મળી હતી.સમગ્ર કેસમાં મહેસાણા એસઓજી ટિમ આરોપીને ઝડપવા રાત્રે જ પોતાની ટિમો સાથે એક્ટિવ થઈ ગઈ હતી.આ દરમિયાન એસઓજી ટીમના માણસોએ અલગ અલગ જગ્યા પર છુપાઈ આરોપીનું મકાન કોર્ડન કરી લીધું હતું.તેમજ પોલીસે આરોપીના મકાનનો દરવાજો સવારે 4 કલાકે ખખડતા આરોપી પોતાની કમરમાં રિવોલ્વર ભરાવી બહાર આવતા જ પોલીસ તેને ઝડપી ગાડીમાં બેસાડી પોલીસ મથક લઇ આવી હતી.જ્યાં સમગ્ર ઓપરેશન ત્રણ કલાકથી વધુ ચાલ્યું હતું.પોલીસ તપાસ દરમિયાન આરોપી ફકીર સાબીરશા પાસે આ ગન છેલ્લા એક વર્ષથી હતી.એક વર્ષ અગાઉ ઉનાવા ખાતે રહેતા ફકીર ઈમ્તિયાઝ પાસેથી લીધી હોવાનું સામે આવ્યું છે.તેમજ આ રિવોલ્વર મેડ ઇન જાપાન માર્કો હોવાનું સામે આવ્યું તેમજ sogના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની રિવોલ્વર ઝડપાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.તેમજ આરોપી સામે અગાઉ અનેક ગુન્હા નોંધાઇ ચુક્યા છે.ત્યારે હાલમાં આરોપીને ઝડપી વધુ તપાસ માટે વિસનગર પોલીસને સોંપવામાં આવ્યો છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.