પાલનપુર-અંબાજી હાઇવે પર ગંભીર અકસ્માત : 2 બાઈક સામસામે અથડાતા બેના મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અક્સમાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બનાસકાંઠામાંથી અકસ્માતની ઘટના સામે આાવી છે. જેમાં બનાસકાંઠાના ધનિયાણા ચાર રસ્તા પાસે 2 બાઈક સામસામે અથડાતા બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી છે. અને તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના પાલનપુર-અંબાજી હાઈવે પર ધનિયાણા ચાર રસ્તા પાસે ગઈકાલે રાત્રે બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસ દ્વારા બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.