મહેસાણા પાલિકા વિસ્તારમાંથી પકડીને થોળ પાસે ખેતરમાં રખાયેલા પશુના મોત

મહેસાણા
મહેસાણા

મહેસાણા નગરપાલિકા દ્વારા રખડતી ગાયોને કોન્ટ્રાક્ટરે કડી તાલુકાના થોળ ગામના વાડામાં ગેરકાયદેસર પુરી રાખી હતી. જેની માહિતી ગૌરક્ષકોને મળતા તેઓએ માહિતીના આધારે ચકાસણી કરવા પહોંચતા ગેરકાયદેસર વાડામાં પૂરી રખાયેલ નવ ગાયોના મૃતદેહ જોવા મળતા ગૌરક્ષકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ઘટનાને લઈ ગૌરક્ષક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં ઘટના સ્થળે બાવલુ પોલીસ આવી પહોંચી હતી અને ગૌરક્ષકોની જાણવા જોગ ફરિયાદ નોંધી કરી કાર્યવાહી કરી હતી.મહેસાણા ખાતે રહેતા હિમાંશુ શર્મા કે જે ગૌરક્ષક તરીકે સેવા આપે છે અને પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીમાં સભ્ય તરીકે પણ સેવા આપે છે. તેઓની ટીમને આજથી ત્રણ દિવસ અગાઉ મહેસાણા પાલિકા દ્વારા આપવામાં આવેલ કોન્ટ્રાક્ટરના માણસો મહેસાણા શહેરમાં રખડતા ગાયો આખલા જેવા ઢોરોને કૂરતા પૂર્વક ભરીને ખાનગી જગ્યા ઉપર લઈ જઈ રહ્યા છે. જેવી માહિતી મળતા ગૌરક્ષકોની ટીમે અલગ અલગ જગ્યાએ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જે બાદ તેઓને માલુમ થયું હતું કે પાલિકાના કોન્ટ્રાક્ટર ક્રુરતાપૂર્વક ગાય ઢોરોને થોળ ગામની સીમા ગેરકાયદેસર વાડામાં પૂરી રખાયા છે.મહેસાણાના ગૌરક્ષકો મિકી શાહ, દીપક બારોટ, મયંક ભોજક,મિલન બારોટ તપાસ કરતાં કરતાં મહેસાણાથી કડી તાલુકાના થોળ ગામેથી શીલજ ગામ તળાવ તરફ જતા રોડ ઉપર એક ખાનગી જગ્યાના વાડામાં 200થી વધુ ગાયો આખલા ઢોર ભરેલા જોવા મળ્યા હતા. 200થી વધુ ગાયો જેવા ઢોર ગેરકાયદેસર જોવા મળતા ત્યાં પહોંચીને તપાસ હાથ ધરી હતી. જ્યાં મહેસાણા નગરપાલિકાનો કોન્ટ્રાક્ટર મળી આવ્યો ન હતો ગેરકાયદેસર વાડામાં પુરેલ ગાયો માંથી આશરે નવ જેટલી ગાયો અને વાછરડા મૃત જોવા મળતા ગૌરક્ષકોમાં અરેરાટી જોવા મળી હતી. જે બાદ તેઓએ બાવલું પોલીસને જાણ કરી હતી અને તપાસ કરતાં અંદર ચારા તેમજ પાણીની પણ વ્યવસ્થા જોવા ન મળી હતી અને ઘટના સ્થળે બાવલું પોલીસ દોડી આવી હતી અને ગૌરક્ષકોની જાણવા જોગ ફરિયાદ નોંધી ગાયોના શું કારણે મોત થયા છે જે બાબતે પીએમ કરાવી આગળની કાર્યવાહી કરી હતી.સમગ્ર કેસમાં બાવલું પોલીસ મથકના તપાસ કરનાર પોલીસ કર્મી દિલીપજી બલાજીએ ભાસ્કર ને જાણવ્યું કે સમગ્ર ઘટનામાં અગમ્ય કારણોસર 9 પશુઓના મોત નિપજ્યા છે.પોલીસે સ્થળ પર પંચનામું કરી પી.એમ કરાવી મૃત પશુઓને દફન કરાવ્યા હતા.તેમજ પશુઓના સેમ્પલ FSLમાં મોકલવા તજવીજ આદરી છે.રિપોર્ટ બાદ મોત અંગેનું કારણ જાણી શકાશે હાલમાં ગૌ સેવકોએ આ મામલે પોલીસમાં જાણવા જોગ દાખલ કરી છે.તેમજ તપાસમાં કાર્યવાહી અને ફરિયાદ નોંધવમાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.