સાતલપુરમાં ખાણ ખનીજ વિભાગમાં અરજી કરનાર અરજદારનું અપહરણ કરી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ

પાટણ
પાટણ

સાતલપુરના ફાંગલી ગામે રહેતાં કમાભાઈ આહીર દ્વારા ખાણ ખનીજ વિભાગમાં ખનન મામલે કરેલી અરજીની અદાવતમાં 4 ઈસમોએ તેમનું અપહરણ કરી રણમાં લઈ જઈને માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી પોલીસે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર સાતલપુરના ફાંગલી ગામે રહેતાં કમાભાઈ આહીર દ્વારા ખાણ ખનીજ વિભાગમાં ખનન મામલે અરજી કરી હતી. જેને લઇ ફાંગલી ગામના કાનાભાઈ આયર સહિત રાજાભાઈ આયર , વશરામ ભાઇ આયર અને કિશનપાલ રહે સાંતલપુર તાલુકો ચારેય ઈસમો દ્વારા અરજી મામલે સમાધાન કરવાનું કહી ફરીયાદી કમાભાઈ તેમજ સાથી મિત્રને ફાંગલી કેનાલ પાસેથી ગાડીમાં બેસાડી સૂઇગામના રણ વિસ્તારમા લઈ ગયા હતા. જ્યા કહ્યું કે, અમારી વિરૂધ્ધ ખાણ ખનિજ વિભાગમાં અરજી કરી છે તે પાછી ખેંચી લેજે. તેમ કહેતાં કમાં ભાઈએ અરજી પાછી ખેંચવાની ના પાડતા માર મારી ગંભીર હાલત કરી સૂઇગામના એક ગામ નજીકની હોટલ પાસે ઉતારી ભાગી ગયા હતા.ઈજાગ્રસ્ત સારવાર અર્થે 108ને ફોન કરી સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ઘટના મામલે કાનાભાઇ સવાભાઇ આયર ગામ. ફંગલી,તા. સાંતલપુર, રાજાભાઈ પાતાભાઈ આયર ગામ. રોઝુ,તા સાંતલપુર, વશરામભાઇ દાનાભાઇ આયર,ગામ. ધોકાવાડા, તા. સાંતલપુર, કિશનપાલ સોઢાગામ. રોઝુ તા. સાંતલપુર, એમ ચાર ઈસમો સામે પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે હાલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.