અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં એક જીપમાં 25 કરતા વધુ લોકો મુસાફરી કરતા દ્રશ્યો સામે આવ્યા

અરવલ્લી
અરવલ્લી

કોઈપણ વાહન ચાલક હોય એમના વાહનમાં મુસાફરોની સંખ્યા કેટલી હોય એ આગાઉથી કંપની દ્વારા નિર્ધારિત કરાયેલા જ હોય છે. પરંતુ ફક્ત સ્વાર્થ સાધવા માટે નાણાં કમાવવાની લાલચે પોલીસ અને RTO તંત્રની મિલીભગતથી રસ્તે રઝળતા મોત સમાન એક વાહનમાં 25 કરતા વધુ મુસાફરો ભરીને મુસાફરી કરાવામાં આવે છે.હાલ બગોદરા તરફ લોડિંગ વાહનમાં ઠસો-ઠસ મુસાફરો ભરી ચોટીલા દર્શન કરીને પરત ફરતા વાહનમાં ટ્રક ઘૂસી જતા દસ લોકોના મોત નિપજ્યા હતા. આટલી મોટી ગોજારી ઘટના બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હોય અથવા આંખ આડા કાન કરતું હોય એવા દ્રશ્યો અરવલ્લી જિલ્લામાં જોવા મળ્યા હતા.અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં 7 કે 10 મુસાફરોની મર્યાદાવાળા વાહનમાં ફક્ત નાણાં કમાવવાની લાલચે 25 કરતા પણ વધુ મુસાફરો ભરીને વાહનો ધમધમી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભૂતકાળમાં પણ મોટા મોટા અકસ્માતો થયા છે અને અનેક નિર્દોષ લોકોના મોત થયેલા છે. છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. પોલીસ અને RTO તંત્રની દયાથી રસ્તે રાજડતા મોતની સવારી લઈ વાહનો ભમી રહ્યા છે.ખાસ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ વાહન પાછળ લટકીને મુસાફરી કરતા નજરે પડ્યા છે. ગેરકાયદેસર વિદ્યાર્થીઓ ભરેલા વાહનો જાણે ભવિષ્યમાં અકસ્માતને આમંત્રણ આપી રહ્યા હોય એવું જણાઈ રહ્યુ છે. ત્યારે તંત્ર કુંભકર્ણની ઊંઘમાંથી જાગે અને નિર્દોષ મુસાફરો અને વિદ્યાર્થીઓને મોતના મુખમાં જતા અટકાવે એ જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.