સાબરકાંઠા જિલ્લામાં ચોમાસામાં સરેરાશ 71.42 ટકા વરસાદ: હાથમતી નદી કોરી: વરસાદની આગાહી વચ્ચે વાદળછાયું વાતાવરણ

સાબરકાંઠા
સાબરકાંઠા

ચોમાસાની શરૂઆત થયા બાદ આજ દિન સુધી સાબરકાંઠા જિલ્લાના જળાશયો હજી ભરાયા નથી. ત્યારે વરસાદના ચોથા રાઉન્ડ આગાહી કરવામાં આવી છે, પરંતુ હાલ સાબરકાંઠા જીલ્લામાં વરસાદ ક્યાય વરસતો નથી. માત્ર વાદળછાયું વાતવરણ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે ક્યાંક વરસાદી ઝાપટું પડે છે. હિંમતનગરની હાથમતી નદી કોરીકટ છે. તો જળાશયોમાં પણ પાણીની આવક બંધ થઇ છે.હિંમતનગર સહીત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વધુ સમયથી વરસાદે વિરામ લીધો છે. ત્યાર બાદ છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. તો જિલ્લામાં સરેરાશ 71.42 ટકા વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ પોશીના તાલુકામાં 88.30 ટકા નોંધાયો છે. તો સૌથી ઓછો વરસાદ વડાલી તાલુકામાં 56.36 ટકા વરસાદ નોંધાયો છે. તો હિંમતનગર તાલુકામાં 56.96 ટકા વરસાદ નોંધાયો છે.વરસાદ નહિ વરસવાને લઈને ચોમાસું હોવા છતાં હિમતનગર હાથમતી નદી કોરીકટ જોવા મળી રહી છે. તો જીલ્લાના ગુહાઈ અને હાથમતી બે મોટા જળાશયો પાણીની આવક થઇ નથી. તો બાકીના હરણાવ અને ખેડવા જળાશયમાં અને જવાનપુરા, ગોરઠીયા બેરેજમાં માત્ર નામની પાણીની આવક ચાલી રહી છે. તો જીલ્લામાં સૌથી વધુ પાણી હરણાવ જળાશયમાં ભરાયું છે. હાલમાં 74.61 ટકા પાણી ભરાયું છે અને 30 કયુસેક પાણીની આવક ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.