વિસનગરની દર્શન હોટલ નજીક અકસ્માતમાં ગાડી અને એક્ટિવા કેનાલમાં પડ્યા

મહેસાણા
મહેસાણા

કડા રાઠોડીપુરા ગામથી વિસનગર તરફ આવતા એક્ટિવાસવાર બે યુવકોને દર્શન હોટલ નજીક આવતા પાછળથી પૂરઝડપે આવતી ગાડીએ ટક્કર મારતા એક્ટિવા સાથે કેનાલમાં પડતાં ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગાડી પણ ટક્કર મારી કેનાલમાં પડતા ગાડીમાં બેઠેલાને પણ ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે એક્ટિવાસવાર યુવકે ગાડીચાલક વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.કડા રાઠોડીપુરા ગામના કાર્તિકસિંહ પ્રહલાદસિંહ રાઠોડ ગત તારીખ 13/08/2023ના રોજ સવારે કુટુંબી ભાઈ દિલીપસિંહ બળદેવસિંહ રાઠોડ સાથે મોટાભાઈનુ એક્ટિવા લઈ વિસનગર બજારમાં કામ સારું આવતા હતા. તે વખતે દર્શન હોટલ નજીક આવતા પૂરઝડપે આવી રહેલી ગાડીએ ટક્કર મારતા એક્ટિવા સાથે બંન્ને યુવકો ગટરની કેનાલમાં પડ્યા હતા. જેથી એક્ટિવા સવાર બંન્ને યુવકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નૂતન જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે કાર્તિકસિંહે ગાડીચાલક વિરૂદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાડીનુ ટાયર ફાટી જવાથી ગાડીએ એક્ટિવાને ટક્કર મારી કેનાલમાં પાડી હતી. જેથી કેનાલમાં પડતાં ગાડીમાં બેઠેલાને પણ ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.