વિસનગર ભાલક ગામે રહેણાંક મકાનમાંથી LCBએ પોણા ચાર લાખના દારૂ સાથે એકને ઝડપી પાડ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાલક ગામે રહેણાંક મકાનમાં બુટલેગર વિદેશી દારૂ રાખી વ્યાપર કરતો હોવાની જાણ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને થતા ટીમે ભાલક ગામમાં દરોડા પાડી એક આરોપીને 3 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂ સાથે એક ને ઝડપી લીધો હતો.મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના પી.એસ.આઈ એમ.ડી.ડાભી ની ટીમના ASI ડાહ્યાભાઈ થતા અનિલ કુમાર ને ખાનગી રાહે બાતમી મળી કે વિસનગર તાલુકાના ભાલક ગામે દરજી વાસમાં રહેતો વિપુલ કુમાર ઉત્તમ લાલ શાહ પોતાના મકાનમાં વિદેશી દારૂ વેચાણ કરતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે દરોડા પાડયા હતા. તપાસ દરમિયાન પોલીસે આરોપીના મકાન અને મકાન બહાર પડેલા ટુ વહીલર માંથી અલગ અલગ કંપનીની વિદેશી દારૂની બોટલો કબ્જે કરી હતી.એલસીબી ટીમે 3,75,672 કિંમતનો વિદેસી દારૂ,ટુ વહીલર કિંમત 45,000., ફોન કિંમત 5000., મળી કુલ 4,25,672 નો મુદામાલ કબ્જે કરી વિપુલ કુમાર શાહ ને ઝડપી પઠાણ ઈરફાન ઉર્ફ ચોંટી સામે પણ ગુન્હો નોંધી તેને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.
00


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.