દિયોદર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની ઉજવણી પૂર્વે રિહર્સલ કરાયુ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા કક્ષાના 77 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું. દેશની આઝાદીના અમૃત વર્ષના ઉપક્રમે દેશભરમાં 77 મા સ્વતંત્રતા પર્વની હર્ષભેર ઉજવણી થનાર છે. બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી દિયોદર ખાતે વી.કે વાઘેલા હાઈસ્કૂલ ખાતે રાજયકક્ષાના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. મંત્રી આ અવસરે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપશે.દેશના 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે સમગ્ર કાર્યક્રમનું જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કલેક્ટર એ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં વિવિધ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શક્તિસેવા કેન્દ્ર ના બાળકો દ્વારા બેન્ડની સૂરીલી સરગમ છેડવામાં આવી હતી. જ્યારે મોડેલ સ્કૂલ, દિયોદરના 75 બાળકો દ્વારા “વિવિધતામાં એકતા” કૃતિ રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત એસ.આર. મહેતા સ્કૂલ, રૈયાના બાળકોએ “ઢોલ વાગ્યો રે “, વી.કે વાઘેલા સ્કૂલ દિયોદરના બાળકોએ ” એય વતન” અને સરકારી માધ્યમિક શાળા , વડીયાના બાળકોએ “ગોફ ગૂંથણ” તેમજ સુરાણા પ્રાથમિક શાળાના બાળકોએ લાઠી દાવના અનેરા કરતબ પ્રસ્તુત કર્યા હતા.બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ડોગ શો અને અશ્વ શો પ્રદર્શિત કરાયો હતો. ત્યારબાદ રાષ્ટ્રગાન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના રીહર્સલ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ દળના જવાનો, શાળાના બાળકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.