સિદ્ધપુરમાં બરફમાંથી 30 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો ત્રિરંગો બનાવાયો

પાટણ
પાટણ

સિદ્ધપુર શહેરની તાવડીયા રોડ પર આવેલ બરફ ફેકટરીના માલિક દ્વારા હર ઘર ત્રિરંગ અંતર્ગત 3 હજાર કિલો બરફમાંથી 30 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો ત્રિરંગો બનાવ્યો હતો. આખા ભારતમાં આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ વિવિધ જગ્યાએ વિવિધ પ્રકારની લોકો ઉજવણી કરવામાં આવી રહી છે તો સાથે હર ઘર ત્રિરંગ ની ઉજવણી કરાઈ રહી છે .ત્યારે પાટણ જિલ્લામાં સિદ્ધપુર શહેરમાં તાવડીયા રોડ તમન્ના સોસાયટી ની સામે આવેલ બરફ બનાવવાની કંપની જેનું નામ શ્રી રામ રેફ્રિજરેટર એન્ડ માર્બલ છે તેના માલિકે આજે 30 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોળો જે ભારતનું ગર્વ અને પ્રતિક રૂપી તિરંગો બનાવ્યો છે જેમાં 3,000 કિલો બરફનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં અદભુત અને અકલ્પનીય જેવું વાતાવરણ ઊભું કરવામાં ચેતનજી ઠાકોર જીતેન્દ્રજી ઠાકોર અને ડોક્ટર પ્રકાશભાઈ પ્રજાપતિના મહેનતના રૂપે અને દેશના પ્રતિકર્મ રૂપે આજે એમણે સિદ્ધપુરનું ગૌરવ વધાર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.