મહેસાણાના નાગલપુર ચોકડી નજીક રોડ ક્રોસ કરી રહેલા એક્ટિવા સવારોને ગાડી ચાલકે ટક્કર મારી

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમાં નાગલપુર ચોકડી નજીક એક્ટિવા પર સવાર થઈ જઈ રહેલી બે મહિલા અને એક બાળકને ગાડી ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં ત્રણેય લોકોને ઈજા પહોંચી હતી. જેથી તેઓને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગાડી ચાલક સામે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.મહેસાણાના નાગલપુર રોડ પર આવેલ ઓમ સુભમ સોસાયટીમાં રહેતા આશાબેન ચૌધરી પોતાના એક્ટિવા પર પોતાની મિત્ર પટેલ અલ્પાબેન તેમજ તેમનો પુત્ર યુરો કલબ જવા નીકળ્યા હતાં. જ્યાં નાગલપુર ચોકડી નજીક આવેલા એસ્સાર પેટ્રોલપંપ નજીક આવતા રોડ ક્રોસ કરી રહ્યા હતા. એ દરમિયાન ગાડી ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થયો હતો.જેમાં એક્ટિવામાં સવાર ત્રણેય લોકો રોડ પર પટકાતા તેઓને ઇજાઓ પહોંચી હતી. જેથી 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેયને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરિયાદીને પગની આગળીએ ફ્રેકચર થતા અન્ય ઇજાઓ થઈ હતી. અને અન્ય મહિલાને ઢીંચણ ઉપર ફ્રેક્ચર અને અન્ય ઇજાઓ થઈ હતી. તેમજ પુત્રને પણ પગ પર ઇજાઓ થઈ હતી. સમગ્ર કેસમાં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસમાં ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
000


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.