થરાદ તાલુકાની ૯૯ ગ્રામ પંચાયતોમાં મારી માટી- મારો દેશ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ”મારી માટી- મારો દેશ, માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ કાર્યક્રમોથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દેશભક્તિનો માહોલ છવાયો છે. આજે બનાસકાંઠ જિલ્લાની થરાદ તાલુકાની ૯૯ ગ્રામ પંચાયતોમાં દેશભક્તિના માહોલમાં આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ થરાદ તાલુકાના ૯૯ ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ તમામ ગામોમાં પદાધિકારીશ્રીઓઓ, અધિકારીઓ, નાગરિકો, વડીલો, માતાઓ- બહેનોએ વિશાળ સંખ્યામાં આ કાર્યક્રમ સહભાગી થઈ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.થરાદ તાલુકાની ૯૯ ગ્રામ પંચાયતોમાં મહાનુભાવો અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શિલાફલકમનું અનાવરણ કરી વીર શહીદોને શ્રધ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી. ગ્રામજનોએ હાથમાં દીવા અને ગામની પવિત્ર માટી લઈ પંચ પ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબધ્ધતાના શપથ લીધા હતા. ગામમાં સ્થાનિક કક્ષાએ ૭પ વૃક્ષોનું વાવેતર કરી ”વસુધા વંદન થકી અમૃત વાટિકા” તૈયાર કરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરોના પરિવારનું સન્માન કરીને વીરોને વંદન થકી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ધ્વજ વંદન કરી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતુ. આમ, દિયોદર તાલુકાના દરેક ગામમાં ”મારી મારી – મારો દેશ” કાર્યક્રમ રાષ્ટ્રભકિતની ભાવના થી ઉજવવામાં આવ્યો હતો. તેમ થરાદ તાલુકા અિકાસ અધિકારીએ જણાવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.